Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:નવમાં માળે એસી ફીટીંગ કરતા નીચે પટકાયેલા યુવકનું મોત

  • May 02, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત શેરનાં અડાજણ પાલમાં આવેલી એક બિલ્ડિંગના નવમા માળે એસી ફિટીંગ કરતા યુવાનું નીચે પટકાતા મોત નીપજ્યું હતું.બાલ્કની માંથી એસી ફિટીંગ કરતા સમયે પગ લપસી જતા યુવક નીચે પટકાયો હતો.સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ હિરાબાગ ખાતે આવેલી રીટાપાર્ક એપાર્ટમેન્ટમાં મૂળ ભાગનગરના વડલી ગામનો જગદીશ વિઠ્ઠલભાઈ ભાલાળા(ઉ.વ.22) પરિવાર સાથે રહેતો હતો.અને ભાઈના એસી ફિટીંગ અને રિપેરીંગના ધંધામાં સાથે કામ કરતો હતો.દરમિયાન જગદીશ કારીગર પ્રદીપ સાથે અડાજણ પાલમાં આવેલી સ્મૃતિ યુનિવર્સલ બિલ્ડિંગમાં નવમા માળે સેફ્ટી વિના એસી ફિટીંગ કરવા ગયો હતો.તે વેળાએ બાલ્કની માંથી એસી ફિટીંગ કરતા સમયે પગ પલસી જતા નીચે પટકાયો હતો. જેથી તેને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જોકે,ટુંકી સારવાર દરમિયાન જગદીશનું મોત નીપજ્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application