તાપીમિત્ર ન્યુઝ,સુરત:આશારામના પુત્ર નારાયણ સાંઈને દૂષ્કર્મ કેસમાં દોષિત જાહેર કરાયો છે.તેની સજાનું એલાન હવે ૩૦ મી એપ્રિલે થશે.નારાયણ સાંઈને સાત વર્ષથી લઈને આજીવન કેદની સજા થઈ શકે છે.આસારામના પુત્ર નારાયણ સાંઈને સુરતની સેસન્સ કોર્ટે દોષિત જાહેર કર્યો છે.તેમની સાથે અન્ય ચાર આરોપીઓને પણ દોષિત જાહેર કરાયા છે.તેમને સાત વર્ષથી જન્મટીપ સુધીની સજા થઈ શકે છે.આ અંગે સુનાવણી પછી હવે ૩૦ મી એપ્રિલે સજાનું એલાન થશે.ચૂકાદાને લઈને કોર્ટની ફરતે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.વર્ષ ર૦૧૩ માં નારાયણ સાંઈ સામે સુરતની સાધિકા બહેનોએ દૂષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.આમ કેસની ટ્રાયલ ૬ વર્ષ સુધી ચાલી છે.વર્ષ ર૦૦ર થી ર૦૦૪ દરમિયાન સાધિકા બહેનો સાથે નારાયણ સાંઈ દ્વારા દૂષ્કર્મ આચરવામાં આવ્યું હતું. જ્હાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ પછી નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે નાસતા ફરતા નારાયણ સાંઈને પંજાબ બોર્ડર પરથી પકડી લીધો હતો.બાદમાં ૧૩ કરોડની લાંચનો કેસ સહિત સાક્ષીઓ પર હુમલાના કેસ નોંધાયા હતાં.નારાયણ સાંઈ હાલ લાજપોર જેલમાં સમય વિતાવી રહ્યો છે.ત્યારે મહેલ જેવા આશ્રમોમાં લક્ઝરિયસ લાઈફ જીવતા અને ગમે ત્યારે ફૂલ ફેંકીને સાધિકાઓ સાથે સહશયન કરવા માટે જાણીતા બનેલા નારાયણ સાંઈને લાજપોર જેલમાં બીમારીઓનો ભોગ બન્યો છે.નારાયણ સાંઈને કમર,હાડકાનો રોગ થયો છે.સાથે જ દાંતના અને જડબાને લગતા રોગો થયા હોવાની અવારનવાર ફરિયાદ કરતો રહે છે.જેથી તેને અવારનવાર સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવતો હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application