Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જિલ્લામાં લોકસભા ચુંટણીનો બહિષ્કાર કરનાર લોકોએ બાદમાં કર્યું મતદાન,તંત્ર એ હાશકારો અનુભવ્યો

  • April 25, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના દેડીયાપાડા તાલુકાના ગઢ ગામે ડામર રોડ બનવવાની કામગીરી હાથ ધરવામાં નહી આવતા 23 એપ્રિલના રોજ મતદાનના દિવસે જ ગ્રામજનોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરતા તંત્ર તેમજ રાજકીય આલમમાં દોડધામ મચી ગઈ હતી.ગઢ ગામના લોકોનુ કહેવું હતું કે,ડામર રસ્તો બનાવવાની કામગીરી છેલ્લા ત્રણ વર્ષથીથી બંધ છે જ્યારે નજીકના બેસણા ગામમાં રસ્તો બનાવવામાં તંત્રને આચારસહિતા નડતી નથી તો અમારા ગામના ડામર રસ્તાના વિકાસ કામને આચારસહિતાનુ ગ્રહણ કેમ નડી રહ્યું છે..? આ ગામને વિકાસની ઝંઝાવાતથી કેમ દુર રાખવામાં આવી રહ્યો છે આ ગઢ ગામમા 935 મતદારો છે આ ગામમાં વહેલી સવારથી જ મતદાનની પ્રક્રિયા ચાલુ કરી દેવામા આવી હતી પરંતુ મતદાન પૂર્વ ગામ લોકોએ મતદાન બહીષ્કારની ચીમકી ઉચ્ચારી મતદાન કરવાથી અળગા રહેતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી.બાદમા આ ધટનાની જાણ મામલતદાર,ટીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓને થતા તેઓ તાત્કાલિક ધટના સ્થળ પર દોડી આવી ગ્રામજનોને મતદાન કરવા સમજાવ્યા હતા આ સમયે નર્મદા જિલ્લા પંચાયતના માજી જિલ્લા પ્રમુખ શંકર વસાવા પણ આવી પોહચ્યા હતા અને તેમણે ગ્રામજનો સમક્ષ ડામર રોડના કોન્ટ્રાકટર ઈજારદારને ટેલિફોનીક વાતચીત કરી ગામના ડામર રોડની કામગીરી 25 એપ્રિલ સુધીમાં ચાલુ કરાવી આપવાની ખાત્રી આપ્યા બાદ બપોરના 12 વાગ્યા પછી ગામલોકોએ મતદાન કરવાની શરૂઆત કરતા તંત્ર એ હાશકારો અનુભવ્યો હતો.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application