Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:ખટોદરાના ભટાર વિસ્તારમાં બાઇક લૂંટારૂ ગેંગનો વધુ એક મહિલા ભોગ બની

  • April 25, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતમાં બાઇક પર આવતી લૂંટારૂ ગેન્ગનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે.ફરી સુરતના ખટોદરા વિસ્તારમાં આવી લૂંટારૂ ગેન્ગનો ભોગ એક મહિલા બની છે.સુરતના ભટાર વિસ્તારમાં આવેલા વૈશાલી એપાર્ટમેન્ટ માં રહેતા પિંકીબેન બોહરા સુરતમાં વધી રહેલા બાઈકર લૂંટારૂ ગેન્ગનો ભોગ બન્યા છે.ખટોદરા વિસ્તારમાં રાજ ઓલમ્પિય શોપિંગ સેન્ટર માંથી શોપિંગ કરી પિંકી બેન પરત ફરી રહયા હતા અને શોપિંગ સેન્ટરની નજીક રોડ પર ફેરિયા પાસે ઉભા રહી ખરીદી કરી રહયા હતા દરમ્યાન અજાણ્યા ત્રણ જેટલા મોટરસાયકલ પર સવાર લૂંટારૂ પિંકી બેનની પાછળથી આવી તેમના પર્સને આંચકી લઇ ફરાર થઇ ગયા હતા.પિંકી બેન પણ બાઇક લૂંટારૂ ગેન્ગનો દરેક ભોગ બનનારની જેમ બૂમો લગાવી પાછળ દોડાવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ લૂંટારૂઓ પળવારમાં ત્યાંથી ફરાર થઇ ગયા હતા. જોકે લૂંટારૂની હરકત ને લોકો તો જોઈ ન શક્યા પરંતુ રોડની સામે બાજુ પર પર લાગેલા એક સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી.ત્યારે ભોગ બનાનાર મહિલા પિંકીબેનને અન્યની જેમ ખટોદરા પોલીસ મથકમાં પર્સમાં રહેલા રૂપિયા ૯ હાજર અને મોબાઈલ ફોન મળી કુલ ૨૪ હજારથી વધુની લૂંટની ફરિયાદ નોંધાવી હતી.અને પોલીસ પણ અત્યાર સુધીની જેમ ફરિયાદ લઇ સીસીટીવીના આધારે તાપસ શરૂ કરવાની વાત કરી રહી છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application