Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરનારા ડ્રાઈવર સાથે અકસ્માત થવાની શકયતા ચાર ગણી વધી જાય છે:રીપોર્ટ

  • April 25, 2019 

નવી દિલ્હી:વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલનો ઉપયોગ કરનારા ડ્રાઈવર સાથે અકસ્માત થવાની શકયતા ચાર ગણી વધી જાય છે.જો ડ્રાઈવ કરતા સમયે ડ્રાઈવર ટેકસ મેસેજ કરી રહ્યો હોય અને તેનું ધ્યાન નીચે હોત તેવી સ્થિતિમાં અકસ્માત થવાના ચાન્સ વધારે થઈ જાય છે.WHO મુજબ,ડ્રાઈવ કરતા સમયે મોબાઈલ કરતા હેન્ડ્સ ફ્રીનો ઉપયોગ કરવો વધારે સુરક્ષિત છે તે મામલે કોઈ ખાસ સાબિતી મળી શકી નથી.જે દર્શાવે છે કે કોઈપણ પ્રકારની નજરચૂકથી કેવી રીતે અકસ્માત થવાની શકયતા વધી જાય છે.ગ્લોબલ અભ્યાસ રિપોર્ટ મુજબ ડ્રાઈવર ટેકસટિંગ કરતા સમયે દરેક ૬ સેકન્ડ માંથી ૪.૬ સેકન્ડ જેટલો સમય રોડ પરથી ધ્યાન આપતો નથી.આનો મતલબ એવો થાય છે કે ટેકસટિંગ કરતા સમયે ૮૦-૯૦ની સ્પીડે જતો ડ્રાઈવર ફૂટબોલના ગ્રાઉન્ડ જેટલી જગ્યા સુધી રોડ પર જોતો નથી.WHO મુજબ,મોબાઈલ ફોનના ઉપયોગથી ડ્રાઈવિંગ પર ખરાબ અસર પડી શકે છે,જેવી કે ડ્રાઈવિંગ સમયે કોઈ ઘટના બને તે રિસ્પોન્ડ કરવા માટે સમય ન હોવો,યોગ્ય લેનમાં વાહન રાખવામાં મુશ્કેલી અને બ્રેકિંગ મારવામાં ધીમી પ્રતિક્રીયા તથા સ્ટોપિંગ ડિસ્ટન્સ ઓછું રહે છે.હાલમાં જ દિલ્હીમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા સમયે ડ્રાઈવ કરી રહેલા કાકાએ ભૂલથી ૩ વર્ષના બાળકને કચડી માર્યો હતો.જે બાદ આ મામલે એક ખાસ અને કડક નિયમ લાવવો જરૂરી બની ગયો છે.મોબાઈલથી અકસ્માતની ઘટના દુનિયાભરમાં માર્ગ અકસ્માતમાં થતા મોટાભાગના કિસ્સાઓ માંથી એક છે.મોટા ભાગના વિકસિત દેશો આ સમસ્યાની ગંભીરતાને ૭-૮ વર્ષ પહેલા જ સમજી ગયા હતા,જયારે ભારત સરકારે આ મામલે ૨૦૧૬માં નોંધ લીધી. માર્ગ અકસ્માતના ડેટાની વાર્ષિક રિપોર્ટ મુજબ,૨૦૧૬માં ભારતમાં મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા સમયે થયેલા માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામનારા લોકોની સંખ્યા ૨૧૩૮ છે,જયારે ૪૭૪૬ લોકો ઈજાગ્રસ્ત થયા હતા.૨૦૧૭માં આ મૃત્યુનો આંકડો વધીને ૩૧૭૨ થયો જયારે ઈજાગ્રસ્તોનો આંકડો ૭૮૩૦ થયો.(સાંકેતિક તસ્વીર)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application