વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવાઃલોકસભાની સામાન્ય ચુંટણી-૨૦૧૯ માટે ર૬-વલસાડ (અ.જ.જા.) સંસદિય મતક્ષેત્રમાં સમાવિષ્ટ ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગમાં કુલ ૮૧.૨૩ ટકા મતદાન નોંધાવા પામ્યું છે.
વિગતે જોઇએ તો ડાંગ જિલ્લામાં ૩૩પ મતદાન મથકો ઉપર યોજાયેલા મતદાન દરમિયાન જિલ્લામાં સૌથી વધુ મતદાન (૯પ.૩ર ટકા) ગીરા (દાબદર) મતદાન મથકે નોંધાવા પામ્યું છે, જ્યારે સૌથી ઓછુ મતદાન (૪૪.૮૬ ટકા) સાપુતારા-૧ મથકે નોંધાયુ છે.તાલુકાવાર વિગતો જોઇએ તો આહવા તાલુકાના ૧૩૮ મતદાન મથકો પૈકી સૌથી વધુ મતદાન સોનગીર (૯૪.૮૦ ટકા),તથા સૌથી ઓછુ મતદાન સાપુતારા-૧ (૪૪.૮૬ ટકા) નોંધાયુ છે.જ્યારે વધઇ તાલુકાના ૧૦૧ મથકો પૈકી સૌથી વધુ મતદાન ગીરા-દાબદર ખાતે (૯પ.૩ર ટકા) નોંધાવા સાથે, સૌથી ઓછુ મતદાન (પ૭.૦૭ ટકા) ચીકાર (રંભાસ) ખાતે નોંધાયુ છે.તેજ રીતે સુબિર તાલુકાના ૯પ મતદાન મથકો પૈકી સૌથી વધુ મતદાન (૯૪.૭૮ ટકા) શીવબારા મથકે,તથા સૌથી ઓછુ (૬૦.૮૭ ટકા) ધુલદા મતદાન મથકે નોંધાયુ છે.આમ,જિલ્લામાં કુલ ૮૦.૭૪ ટકા મતદાન નોંધાયુ છે.જ્યારે ચૂંટણી ફરજ ઉપરના અધિકારી/કર્મચારીઓના મતદાન સાથે જિલ્લામાં કુલ ૮૧.ર૩ ટકા મતદાન નોંધાવા પામ્યુ છે.ઉલ્લેખનિય છે કે,ડાંગ જિલ્લામાં ૮૭,૬૧૧ પુરૂષ મતદારો, અને ૮૭,૦૨૫ સ્ત્રી મતદારો તથા અન્ય ર મતદારો મળી કુલ ૧,૭૪,૬૩૮ મતદારો નોંધાયો હતો.જે પૈકી ૭૨,૩૪૩ પુરૂષ મતદારો, અને ૬૯,૫૦૮ સ્ત્રી મતદારો મળી કુલ ૧,૪૧,૮૫૨ મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આમ, ડાંગ જિલ્લામાં એકંદરે પુરૂષ મતદાનની ટકાવારી ૮૨.૫૭, જ્યારે સ્ત્રી મતદાનની ટકાવારી ૭૯.૮૭ રહેવા પામી હતીસને ર૦૧૯ની આ લોકસભાની સામાન્ય ચૂંટણી અગાઉ સને ર૦૧૪માં યોજાયેલી ચૂંટણી દરમિયાન ડાંગ જિલ્લામાં સૌથી વધુ મતદાન ઢોલ્યાઉંબર મથકે ૧૦૦ ટકા,અને આહવા-૭ મથકે પ૮.પ૩ ટકા સાથે જિલ્લામાં કુલ ૮૧.૩૨ ટકા મતદાન નોંધાયુ હતું. જ્યારે સને ર૦૦૯ની લોકસભાની ચૂંટણી દરમિયાન અહીં સૌથી વધુ મતદાન ગીરા મથકે ૯૦.૯૧ ટકા, અને સૌથી ઓછુ મતદાન ઢોંગીઆંબા મથકે ર૭.૩૪ ટકા નોંધાયુ હતું. સને ર૦૦૯ની ચૂંટણી વેળા ડાંગ જિલ્લામાં કુલ ૬૪.૦૯ ટકા મતદાન ચૂંટણીના ચોપડે નોંધાવા પામ્યુ હતું.ઉલ્લેખનિય છે કે, લોકસભા સામાન્ય ચૂંટણી દરમિયાન ૨૬-વલસાડ (અ.જ.જા.) લોકસભા મતવિસ્તાર માટે ૧૭ ફોર્મ ભરાયાં હતાં. જેમાં ચકાસણી દરમિાયન ડમી ઉમેદવાર, એક કરતાં વધુ ભરાયેલા ફોર્મ વિગેરે મળી કુલ ૮ ફોર્મ રદ થતાં નવ ઉમેદવારો બાકી રહેવા પામ્યા હતા. જે તા.૮/૪/૧૯ને સોમવારના રોજ ઉમેદવારીપત્ર પાછા ખેંચવાની છેલ્લી તારીખે એકપણ ઉમેદવારીપત્ર નહીં ખેંચાતાં આ બેઠક ઉપર ૯ (નવ) ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાયો હતો. જેમના ભાવિ આજે તા.ર૩/૪/ર૦૧૯નાં દિવસે યોજાયેલા મતદાન બાદ ઇ.વી.એમ.માં સીલ થવા પામ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500