ભરત શાહ દ્વારા-તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લામાં એક બાદ એક રેતી માફિયાઓ ઓવરલોડ વાહન પકડાયા બાદ તેને તંત્રના કબજા માંથી ચોરી કરી બિન્દાસ ઉઠાવી જવાની ઘટના વધી રહી છે ત્યારે આવી ઘટનાઓ એ તંત્રના અધિકારીઓ માટે લપડાક સમાન છે છતાં વધુ એક આવી ઘટના લોકસભા ની ચૂંટણીના દિવસે જ બની જેમાં તિલકવાડા મામલતદાર કચેરી માંથી વધુ એક પકડાયેલી ટ્રક ચોરી થયા બાબતે ખાણ ખનીજ વિભાગે ફરિયાદ આપતા અનેક સવાલ ઉઠી રહ્યા છે.સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા મામલતદારએ હાઇવા ગાડી ને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી નર્મદાએ બિન અધિક્રુત રીતે રેતી ભરી લઇ જતા તા ૨૦/૦૩/૧૯ ના રોજ જપ્ત કરેલ અને તે હાઇવા ગાડીને જૂની મામલતદાર કચેરીના કમ્પાઉન્ડ માંથી માનસિંગભાઇ નારસિંગભાઇ કટારા રહે,કેશરપુરા જી,જાંબુઆ (અલીરાજપુર) (૨) હાઇવા ગાડીનો માલીક જેના નામ-ઠામની ખબર નથી આ લોકો એકબીજાની મદદગારી કરી મામલતદાર કચેરીમાં ગેરકાયદેસર પ્રવેશ કરી હાઇવા ગાડી નંબર જીજે-૦૫-એવી-૩૮૯૧ કિં.રૂ.૧૪ લાખ ની ટ્રક ચોરી કરી લઇ જતા તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે.તિલકવાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ પીએસઆઇ એ એસ વસાવા કરી રહ્યા છે .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application