તાપીમિત્ર,બારડોલી:બારડોલીમાં બીઆરસી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે મેઘા સર્ટીફીકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં બારડોલી,મહુવા,પલસાણા તાલુકા માંથી આવેલ અલગ અલગ કેટગરીના બાળકોને તાલુકા કક્ષાએથી સરળતાથી સર્ટીફીકેટ મળી રહે તે માટે કરવામાં આવેલ આયોજનમાં 276 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા,સમગ્રશિક્ષા અભિયાન ગાંધીનગર દ્વારા દિવ્યાંગ બાળકો માટે યુડીઆઈડી અંતર્ગત સર્ટીફીકેટ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ જે અંતર્ગત સુરત જીલ્લા સર્વશિક્ષા અભિયાન પ્રોજેક્ટના કો.ઓર્ડીનેટર જે.એમ.ખરાડી તથા આઈઈડી મલ્કેશભાઈ વાઘેશ્વરીના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન બારડોલી ખાતે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું,આ કેમ્પમાં 276 જેટલા બાળકો ઉપસ્થિત રહ્યા હતા.કો.ઓ.મલ્કેશભાઈ વાઘેશ્વરી,પ્રવીણભાઈ રાણાએ સમગ્ર કેમ્પનું મોનીટરીંગ કર્યું હતું.તેમજ બારડોલી બીઆરસી કો.ઓર્ડીનેટર હરસિંગભાઈ ચૌધરી,બીઆરપીઓ તથા સીઆરસીઓ વિગેરે સ્ટાફના કર્મીઓએ વિકલાંગતા ધરાવતા બાળકોની તેમના નિવાસ સ્થાને મુલાકાત કરીને સર્ટીફીકેટ એસેસમેન્ટ કેમ્પમાં ઉપસ્થિત રાખવા તેમજ પ્રચાર-પ્રસાર કરવા મહત્વનો ફાળો ભજવ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application