તાપી જિલ્લામાં બુધવારે કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૧ કેસ મળી આવ્યા છે. આજે વધુ ૨૯ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૧૨૨ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી અનુસાર,તા.૨૬મી ના રોજ તાપી જિલ્લામાં કોરોનાના વધુ ૧૧ કેસ નોંધાયા છે. આ સાથે જિલ્લામાં કોરોના પોઝીટીવના કુલ ૩૮૨૦ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૫૭૭ દર્દીઓ કોરોનાની સારવાર લઈ સાજા થયા છે. જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૯૦૬ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં વધુ ૧ દર્દીનું મોત નિપજ્યું
વાલોડના આનંદ વિહારની ૫૯ વર્ષીય મહિલાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર મોત નિપજ્યું હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું છે. આ સાથે કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૩ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૨૧ દર્દીઓના મોત નિપજ્યા છે.
તાપી જિલ્લામાં બુધવારે નોંધાયેલ કોરોનાના નવા ૧૧ કેસ
- ૫૯ વર્ષિય મહિલા – આનંદવિહાર –વાલોડ
- ૩૦ વર્ષિય પુરુષ – અલગટ,તા.વાલોડ
- ૬૫ વર્ષિય પુરુષ – ચાસા ફળિયું –તીતવા,તા.વાલોડ
- ૬૪ વર્ષિય પુરુષ –ચાંપાવાડી,તા.વ્યારા
- ૨૮ વર્ષિય પુરુષ –ગાયત્રી નગર –વ્યારા
- ૩૧ વર્ષિય મહિલા – જુનુ ઢોડિયાવાડ – વ્યારા
- ૨૨ વર્ષિય પુરુષ – KAPS –ઉંચામાળા,તા.વ્યારા
- ૪૯ વર્ષિય મહિલા – નિમ્ભોરા,તા.કુકરમુંડા
- ૨૧ વર્ષિય મહિલા – નિમ્ભોરા,તા.કુકરમુંડા
- ૪૮ વર્ષિય પુરુષ – વેલદા,તા.નિઝર
- ૫૦ વર્ષિય પુરુષ – કોઠલી,તા.નિઝર
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500