ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા માં વારંવાર સેવાકાર્ય કરતા માંગરોળના મહેન્દ્રભાઈ પ્રજાપતિ ની એક બાદ એક ઉમદા કામગીરી ગરીબ પરિવારો માટે આશીર્વાદ રૂપ કહી શકાય છે ત્યારે અગાઉ પ્લાસ્ટિક થેલી નો ઉપયોગ ન કરી કાપડ ની થેલીઓ ની મફત વેચણી કરી પ્રદુષણ અટકાવવા માટે લોક જાગૃતિ માટે નામના મેળવી ચુકેલા મહેન્દ્રભાઈ પ્રજાપતિ હાલ ઉનાળા ની આકરી ગરમીમાં બાળકો ને મફત ચપ્પલ આપી ઉમદા સેવાકાર્ય કરી રહ્યા છે.હાલ ઉનાળાની આકરી ગરમીમાં જ્યારે બપોરે આપણે સામાન્ય તાપમાં બહાર નીકળવાનું ટાળીયે છે ત્યારે નર્મદા જિલ્લાના ઘણા પછાત જિલ્લાના ગરીબ બાળકો એવા પણ છે જે પોતે પગરખાં પણ ખરીદી શકતા નથી, તો એવું વિચારીએ કે આટલા આકરા તાપમાં પગરખાં વિના ચાલતા તેઓનું શું થતું હશે ત્યારે તેમની ચિંતા કરતા આ સેવાભાવી મહેન્દ્રભાઈ એ આવા વિના ચંપલે ફરતા બાળકોની મદદનું બીડું ઝડપ્યું છે તેઓ ગામડે ગામડે ફરી ગરીબ બાળકોને શોધીને તેઓને વિનામૂલ્યે ચપ્પલ પહેરાવી રહ્યા છે જેનાથી ગરીબ બાળકોને ગરમીથી રાહત મળી રહી છે.મહેન્દ્રભાઈ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં આવું માનવતા મહેકાવતું કામ કરે છે ગરીબોને આકરા તાપથી બચવા માટે સેવાભાવી પ્રવૃત્તિ કરી રહ્યા છે જેનાથી ગરીબ બાળકોને ઘણી રાહત મળી છે.આજદિન સુધી તેઓએ નર્મદાના ગામડાઓમાં ફરી અનેક ગરીબ આદિવાસી બાળકોને ચપ્પલ પહેરાવ્યા છે મહેન્દ્રભાઈ ગરીબ લોકોને ચપ્પલ પહેરાવી પગરખાંની પ્યાસ બુજાવતા હોવાથી આ સેવાને લોકોએ "ચપ્પલની પરબ" એવું નામ પણ આપ્યું છે અને ખરેખર એ સાચા અર્થમાં સાર્થક થઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application