વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,ડાંગ:ડાંગ જિલ્લાના આહવા તાલુકાના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલ પાંડવા ગામના લોકોએ પોતાની ત્રણ માંગણીઓ સરકારશ્રીમાં વર્ષોથી કરવા છતા આજ દિન સુધી ન થતાં આવનારી લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરી કલેકટર ને આવેદનપત્ર આપ્યુ.ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ પાંડવા ગામથી આશરે ચાર કિમી અંતરે પાંડવ ગુફા આવેલી છે જે ડાંગ જિલ્લાનો ઐતિહાસિક સ્થળ તરીકે ગણના થાય છે પાંડવા ગુફાની મુલાકાતે પ્રવાસીઓ રોજ બરોજ આવે છે પરંતુ પાંડવ ગુફાનો રસ્તો બનાવવા માટે પાંડવા ગામના આગેવાનો દ્વારા અધિકારી ઓ અને સરકારશ્રીમાં વારંવાર રજુઆતો કરવાં છતાં રસ્તો બનાવવામાં આવ્યો નથી. બીજુ કે પાંડવા ગામથી પૂર્વ દિશામાં આવેલ હોલબારીના કોતરમા પાજર તળાવ બનાવવા બાબતે ત્રણ વર્ષ પહેલાં સિંચાઇ વિભાગ દ્રારા માપણી થઇ ગયા હોવા છતાં તળાવ બનાવવામાં આવ્યો નથી.અને ત્રીજી બાબત કે પ્રવાસીઓને રાત્રી રોકાણ માટે વન વિભાગ હસ્તકનો રેસ્ટ હાઉસ અંગ્રેજો વખતનો આવેલો છે જે રેસ્ટ હાઉસમાં અપૂરતી સુવિધાઓ જેના કારણે પ્રવાસીઓ રાત્રી રોકાણ કરી શકતા નથી જે આ ત્રણ બાબતે સરકાર થી નારાજ પાંડવા ગામના ગ્રામ જનો દ્વારા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે.અને વધુમાં પાંડવા ગામના ગ્રામ જનો દ્વારા જણાવ્યું હતું કે અમારી આ ત્રણ માંગણીઓ જેમાં રસ્તા,પાણી અને પ્રવાસીઓને રાત્રી રોકાણ માટે પૂરતી વ્યવસ્થા કરવામાં નહીં આવે તો અમો આવનારી દરેક ચૂંટણીનો બહિષ્કાર કરી સરકારનો વિરોધ કરસુ....
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application