ચેન્નાઇ:તામિલનાડુમાં ટીટીવી દિનાકરનની પાર્ટીના એક નેતાના નિવાસેથી આવક વેરા વિભાગના અધિકારીઓએ ૧.૫ કરોડ રૂપિયા જપ્ત કર્યા છે.આવક વેરા વિભાગે જિલ્લાના એએમએમકેના નેતાના ઘરે દરોડા પાડ્યા હતા.તામિલનાડુમાં ૧૮મી એપ્રિલે પેટાચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાશે.આવક વેરા વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે,આ નેતાના નિવાસેથી ૯૪ પેકેટ્સ મળી આવ્યા છે.આ સાથે જ ડી વોર્ડ નંબર અને મતદાતાઓના નંબર પણ ત્યાંથી મળ્યા છે.આવક વેરા વિભાગના અધિકારીઓએ દાવો કર્યો છે કે પેકેટ્સ પર ૩૦૦ રૂપિયાનું માર્કિંગ કરેલું છે અને આ મતદાતાઓને લાંચના સ્વરૂપમાં આપવા માટે રાખવામાં આવ્યા હતા.શરૂઆતમાં એએમએમકે પાર્ટી કાર્યકર્તાઓએ આવક વેરા વિભાગ અને ચૂંટણી પંચની ટીમ સાથે દરોડા પાડીને આ રકમ જપ્ત કરી છે.જમા થયેલી ભીડને હટાવવા માટે પોલીસને હવામાં ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application