Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોટબંદીની અસર:વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે દેશના લગભગ ૫૦ લાખ લોકોની નોકરી ગઈ

  • April 17, 2019 

નવી દિલ્હી:વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે દેશના લગભગ ૫૦ લાખ લોકોની નોકરી ગઈ છે.વર્ષ ૨૦૧૬ કે જ્યારે પીએમ મોદીએ નોટબંધીનું એલાન કર્યુ હતુ.અઝીમ પ્રેમજી યુનિવર્સિટી (બેંગ્લોર) તરફથી જારી કરવામાં આવેલા એક રીપોર્ટમાં જણાવાયુ છે કે,વર્ષ ૨૦૧૬થી ૨૦૧૮ વચ્ચે ૫૦ લાખ લોકોએ નોકરી ગુમાવી છે.રીપોર્ટ અનુસાર ૨૦૧૬ના સપ્ટેમ્બર ૨૦૧૬થી ડીસેમ્બર ૨૦૧૬ વચ્ચે શહેરી અને ગ્રામીણ લોકોની લેબર પાર્ટીસીપેશન ફોર્સમાં ભાગીદારી અચાનક ઘટી ગઈ હતી.આનો અર્થ એ છે કે સપ્ટે. ૨૦૧૬થી નોકરીમાં ઘટાડો આવવા લાગ્યો તો ૨૦૧૭ના બીજા ત્રીમાસિક ગાળામાં આના દરમાં થોડો ઘટાડો થયો પરંતુ બાદમાં નોકરીઓની સંખ્યા સતત ઘટતી ગઈ જેમા કોઈ સુધારો ન થયો.અત્રે નોંધનીય છે કે, નોકરીઓમાં ઘટાડાની શરૂઆત નોટબંધીથી શરૂ થઈ હતી.જો ૩ વર્ષની વાત કરીએ તો જાન્યુ.-એપ્રિલ ૨૦૧૬થી સપ્ટે.-ડીસે.૨૦૧૮ સુધી શહેરી પુરૂષ એલએફપીઆરનો દર ૫.૮ ટકા જ્યારે એ જ ઉંમર સમુહમાં ડબલ્યુપીઆરનો દર ૨.૮ ટકા સુધી ઘટી ગયો હતો.સાથોસાથ નોટબંધીથી ભવિષ્યમાં પણ નોકરીનું સંકટ હોવાની વાત જણાવવામાં આવી છે અને રીપોર્ટમાં દાવો કરવામા આવ્યો છે કે અત્યાર સુધી સ્થિતિ સુધરી નથી.રીપોર્ટ જણાવે છે કે ૨૦ થી ૨૪ વર્ષના વર્ગમાં સૌથી વધુ બેકારી છે અને નોટબંધીથી પુરૂષોના મુકાબલે મહિલાઓ વધુ પ્રભાવિત થઈ છે.વર્ષ ૨૦૧૬-૨૦૧૮ વચ્ચે ભારતમાં કામ કરતા પુરૂષોની વસ્તીમાં ૧૬.૧ મિલીયનનો વધારો થયો.આનાથી ઉલ્ટુ આ ગાળામાં ડબલ્યુપીઆરની માત્રામાં ૫ મીલીયન નોકરીઓનું નુકશાન થયું.જો મહિલા કર્મચારીઓના આંકડા સામેલ કરવામાં આવે તો આંકડા ચોંકાવનારા સામે આવી શકે તેમ છે.ચૂંટણી દરમિયાન આ રીપોર્ટ બહાર આવતા વિપક્ષોને સરકાર ઉપર પ્રહાર કરવાનો વધુ એક મોકો મળી જશે.વિપક્ષો લાંબા સમયથી રોજગારીના મુદ્દે સરકારને ઘેરવાના પ્રયાસો કરી રહ્યા છે.(ફાઈલ ફોટો)


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application