Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્નેપડીલ મારફત ઓનલાઈન વેચાણ કરાતા બ્રાન્ડેડ કંપનીના ડુબ્લીકેટ સૂઝનો જથ્થો ઝડપાયો.

  • April 17, 2019 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરત જિલ્લા એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે પલસાણા તાલુકાનાં બલેશ્વર ગામે છાપો મારતા એક બંધ મિલ માંથી નાઇકી,અડીડાસ,એરઝોક જેવી બ્રાન્ડેડ કંપનીના સૂઝનો મોટો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે તાત્કાલિક કંપનીના ઓથોરાઇઝ્ડ અધિકારીને બોલાવી સૂઝની ખરાઈ કરાવતા તમામ સૂઝનો જથ્થો બ્રાન્ડેડ કંપનીની કોપી કરીને બનાવેલ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તમામ જથ્થો કબ્જે લીધો હતો.સૂઝનું ઓનલાઈન વેચાણ થતું હોય કેટલોક જથ્થો ગોડાઉનમાં સ્નેપડીલ (ઓનલાઈન વેચાણ કરતી કંપની) ના પેકિંગમાં મળી આવ્યો હતો.સુત્રો અનુસાર ગોડાઉન માલિક મોહમદ સાહિબ મોહમદ સાદીક તંબુવાલા રહે,402,ફઝલ ટાવર,અડાજણ પાટિયા સર્કલ,ધનમોરા કોમ્પ્લેક્સની બાજુમાં,સુરત દિલ્હીના કારોલબાગ વિસ્તારમાં રહેતા અમિત નાગપાલ પાસેથી આ જથ્થો મંગાવ્યો હોવાનું જણાવ્યુ હતું.અને તેઓ સ્નેપડીલના મારફતે સૂઝનું ઓનલાઈન વેચાણ કરતાં હતા.પોલીસે બંને વિરુદ્ધ ગુનો છેતરપિંડી ઉપરાંત કૉપીરઈટ એક્ટ અને ટ્રેડમાર્ક્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.અલગ અલગ બ્રાન્ડના સૂઝ દિલ્હીથી મંગાવ્યા બાદ તેને સ્નેપડીલ નામની ઓનલાઈન વેપાર કરતી વેબસાઇટ પર વેચાણ માટે મૂકવામાં આવતા હતા.મોહમદ સાહિબ મોહમદ સદીક તંબૂવાળા દિલ્હીના અમિત નાગપાલ નામના વ્યક્તિ સાથે મળી ઓથોરાઇઝ કરેલ બ્રાંડેડ કપનીઓના સૂઝના ટ્રેડમાર્કની કોપી કરી અલગ અલગ પેટર્ન અને સાઇઝના સૂઝ સ્નેપડીલ મારફતે લોકોમાં વેચતા હતા.તેઓએ આ માટે રાજશ્રી ફેશન,તુલસી ફેશન,વનટેલ્ક ટેન સ્ટોર નામની સ્ટોર બનાવી તમામનું સરનામું નીલમ હોટેલ નજીક કડોદરા ચાર રસ્તા, સુરતનું આપ્યું હતું.ઘટના સ્થળ ઉપરથી નાઇકી કંપનીના સૂઝની જોડી નંગ 3750 કિમત રૂ.75 લાખ,નાઇકી કંપનીના એરઝોક બ્રાન્ડના સૂઝની જોડી નંગ 120 કિમત રૂ 1.80 લાખ,અડીડાસ કંપનીના સૂઝની જોડી નંગ 120 કિમત રૂ.1.80 લાખ,અન્ય અલગ અલગ કંપનીના સૂઝની જોડી 404 કિમત રૂ 6.20 લાખ,સૂઝનો જથ્થો પેકિંગ કરવા માટેની સાધનસામગ્રી,લેપટોપ નંગ 2 કિમત રૂ 50 હજાર,કમ્પ્યુટર કિમત રૂ 25 હજાર મળી કુલ 8 લાખ 93 હજાર 960 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આ મામલે મોહમદ તંબુવાલા સહિત બે જણાને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.        


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application