Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તરણકુંડમાં ક્લોરીનનું પ્રમાણ વધતા 14 બાળકોને અસર,સારવાર માટે ખસેડાયા

  • April 17, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે આવેલ એક માત્ર તરણકુંડ કે જે રાજપીપળાની છોટુભાઈ પુરાણી ડિગ્રી કોલેજ ના પરિસર માં આવેલ છે.જેનું સંચાલન ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલ વેકવશન પિરિયડ અને ઉનાળાની ગરમીથી બચવા પણ લોકો મોટી સંખ્યામાં તરણકુંડ ખાતે તરવાનું શીખવા કે તરવા આવે છે.અને સામાન્ય ફી લઈને આ સંસ્થા સેવા કરે છે.પરંતુ વર્ષોથી ચાલતા આ તરંણકુંડ માં એક ઘટના બનવા પામી જેમાં તરણકુંડમાં ન્હાવા પડેલા 14 જેટલા બાળકો ને અચાનક તકલીફ થઇ અને શ્વાસ લેમાં તકલીફ પડી હતી ત્યારે તમામ બાળકોને નજીકની વિજય પ્રસુતિ ગૃહ અને આત્મીય હોસ્પિટલ માં સારવાર માટે લઈ જવામાં આવ્યા.જોકે નોર્મલ તકલીફ થઇ હોય થોડી વાર સારવાર આપી બાળકો સ્વસ્થ થયા હતા. ત્યારે પ્રાથમિક તારણમાં એમ જાણવા મળ્યુ છે કે ક્લોરીનેશકનની માત્રા માં થોડું પ્રમાણ વધુ થયું હોય તો આમ થઈ શકે જે ખતરા રૂપ નથી પણ કાળજી જરૂરી છે.

high light-આ કોઈ ગંભીર બાબત નથી પરંતુ નાક,મોઢામાં ક્લોરીન ગેસ ભરાતા બાળકોને થોડી તકલીફ થઈ પ્રાથમિક સારવાર આપી તમામ ને રજા આપી છે:ઈએનટી-ર્ડો.દિપક પટેલ high light-હાલ જે ઘટના બની સાવ નોર્મલ છે કેમકે ત્યાર પછી બે બેચ ચાલુ હતી જેમાં કેટલાય બાળકો નાહ્યા પણ એવી અસર થઈ નથી અને તરંણકુંડ ચાલુ જ છે.કદાચ નાહ્યા બાદ મૌસમ ની અસર પણ થઈ શકે પણ મેં જાતે તપાસ કરી કોઈ તકલીફ નથી બધા બાળકો સ્વસ્થ છે.તેમના વાલીઓ પણ જાણે છે કે આ તરણકુંડ એક દમ સેફ છે.: કોચ-પ્રો.ડો.ઇન્દ્રવદન
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application