Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉદ્યોગપતિઓના દેવા માફ કરનારા મોદીને આદિવાસીઓના દેવા માફ કરતા પેટના દુઃખે છે: એહમદ પટેલ

  • April 17, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:ગુજરાતમાં આગામી 23મી એપ્રિલે લોકસભા ચૂંટણી યોજાવાની છે.ભરૂચ લોકસભા બેઠકના ડેડીયાપાડામાં કોંગ્રેસ દ્વારા વિજય વિશ્વાસ સંમેલન યોજાયું હતું.જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય ખજાનચી એહમદ પટેલ,પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજ્યોતસિંગ સિદ્ધુ,ભરૂચ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર શેરખાન પઠાણ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સહપ્રભારી ડૉ.મોહંતી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી હરેશ વસાવા,નાંદોદના ધારાસભ્ય પી.ડી.વસાવા,ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલ સિંહ રાણા, પ્રવક્તા નાઝુ ફડવાલા,વટારીયા સુગર ચેરમેન સંદીપસિંહ માંગરોલા સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડેડીયાપાડા ખાતે સંમેલનમાં ઉપસ્થિત જંગી જનમેદનીને સંબોધતા એહમદ પટેલે જણાવ્યું હતું કે ઉદ્યોગપતિઓના દેવા માફ કરનારા મોદીને આદિવાસીઓના દેવા માફ કરતા પેટના દુઃખે છે.મોદી ગુજરાત મોડેલના નામેં પીએમ બન્યા પણ હાલમાં ગુજરાત મોડેલ ભુલાઇ ગયું છે.અત્યારે ફક્ત ઉદ્યોગપતિઓનું રાજ ચાલે છે.આ ચૂંટણી કોંગ્રેસ-ભાજપ વચ્ચે નહિ પ્રજા-ભાજપ વચ્ચેની છે,મોદી સરકાર સામે મહિલાઓ, આદિવાસીઓ,મજૂરો,વ્યાપારીઓએ યુદ્ધ છેડયું છે,પરિણામ ભોગવવું પડશે.ભારત સરકારની કુલ બજેટના 60% રૂપિયા મોદીની પ્રસિદ્ધિ પાછળ ખર્ચાય છે.થોડા પુંજીપતિઓ માટે 15 લાખ આદિવાસીઓને ઘર વિહોણા કરી આદિવાસીઓ પર પડેલા ઘા પર મોદીએ મરચું નાખ્યું છે.અત્યારે 40% સ્કૂલોમાં વીજળી નથી શિક્ષકો નથી,આરોગ્ય ક્ષેત્રમાં દેશ પાછળ ધકેલાયો છે.ભારતનું દેવું 2014માં 50 લાખ કરોડ હતું જે વધીને 2019માં 82 લાખ કરોડ થયું,એ ફક્ત મોદીની પ્રસિદ્ધિને કારણે થયું છે.વસ્તીના આધારે ફળવાતા નાણા અન્ય જગ્યાએ ડાયવર્ટ કરવામાં આવે છે.ભાજપનો લોકસભાનો મેનિફેસટો જૂઠ્ઠાણાનો ગુબ્બારો છે.જ્યારે પંજાબ સરકારના કેબિનેટ મંત્રી નવજ્યોત સિંગ સિદ્ધુએ જણાવ્યું હતું કે મોદીને સાચું બોલાવવું એ મચ્છરને કપડા પહેરાવવા અને હાથીએ ખોળામા રમાડવા સમાન છે.2014માં ગંગા પુત્ર બનીને આવેલા મોદી 2019માં રાફેલના દલાલ બનીને ઘરે જશે.મોદી મારી સાથે જાહેરમાં ચર્ચા કરે જો હું હાર્યો તો જળ સમાધિ લઈ લઈશ.પેહલા દેશમાં આતંકી હુમલા થતા હતા ત્યારે રાજીનામુ અપાતું હતું તો અત્યારે જવાનોની શહીદીના નામે મત મંગાય છે.મોદી એના વાયદાઓથી ફરી ગયા,આઝાદી પેહલા ગોરા અંગ્રેજો દેશમાં ભાગલા પડાવતા હતા અત્યારે મોદીએ જાતિવાદના નામે લોકોમાં ભાગલા પડાવ્યા છે.નરેન્દ્ર મોદીએ ચૂંટણીની આડમાં CBI ને રમકડું બનાવી દીધું છે.જે પોતાના ગુરુ અડવાણીના નથી થતા એ ભારત દેશના શુ થવાના.      


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application