Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પ્રાકૃતિક જિલ્લો ડાંગમાં વર્ષ દરમિયાન 12 હજાર 251 હેક્ટરમાં બાગાયતી ખેતી : ખેડૂતોને સ્ટ્રોબેરી ઉત્પાદનમાં મોટી સફળતા મળી

  • February 09, 2023 

ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન અને બાગાયત વિભાગના પ્રયાસો દ્વારા અહીંના આદિવાસી ખેડૂતોએ સ્ટ્રોબેરી ઉત્પાદનમાં ઝંપલાવ્યુ અને આજે ખુબ મોટી સફળતા સાથે તેઓ સ્ટ્રોબેરીનું ઉત્પાદન કરી રહ્યા છે. મહારાષ્ટ્ર રાજ્ય કરતા આજે ડાંગ જિલ્લાની સ્ટ્રોબેરી દરેક જગ્યાએ વખાણાય છે. પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહિત કરવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા ડાંગ જિલ્લાને દેશનો પ્રથમ પ્રાકૃતિક જિલ્લો જાહેર કરવામાં આવ્યો છે. જિલ્લામા વર્ષ દરમ્યાન 12 હજાર 251 હેક્ટરમાં બાગાયતી ખેતી કરવામાં આવી છે.






ડાંગ જિલ્લાના નાની દબાસ ગામના ખેડૂત બુધ્યાભાઇ પવાર છેલ્લા 9 વર્ષથી સ્ટ્રોબેરીની ખેતી કરતા આવ્યા હતા. જોકે ડાંગ જિલ્લાનું શીતળ વાતાવરણ સ્ટ્રોબેરી માટે અનુકુળ સાબિત થયુ છે. તેઓ ઓક્ટોબર માસથી ફેબ્રુઆરી માસ સુધી સ્ટ્રોબેરીની ખેતી કરી સારી રીતે આવક મેળવે છે. પ્રાકૃતિક ખેતીથી પ્રેરણા લઇ આ વખતે તેઓએ સ્ટ્રોબેરીની ખેતીમાં નવતર પ્રયોગ કરીને ઓછા ખર્ચમાં વધુ આવક મેળવી છે.






ખેડૂતના જણાવ્યા અનુસાર બાગાયત વિભાગ દ્વારા તેઓને ખેતી ખર્ચના 75 ટકા સરકાર તરફથી આપવામાં આવે છે. તેઓએ પોતાની જમીનમાં ડ્રીપ ઇરીગેશન પદ્ધતિ અપનાવી પાણી બચાવ, ઉંપરાત પ્રાકૃતિક ખેતીનો હકારાત્મક અભિગમ અપનાવી સ્ટ્રોબેરીની ખેતીમાં ઓછા ખર્ચ માટે મલ્ચીગ પેપરનો ઉપયોગ કરવાનું ટાળીને પ્રાકૃતિક આચ્છાદનનો ઉપયોગ કર્યો છે. 10 કિલો ગોબર, 10 કિ.ગોમુત્ર, 2 કી.ગોળ, 2 કિ.બેસન લોટ મિશ્રણ, 5 કિ.વડના થડની માટી તેમજ છોડ ઉપર પ્લાસ્ટીકના બદલે ડાંગરની ફરાળીનો ઉપયોગ કરી, આચ્છાદન બનાવી સ્ટ્રોબેરીના છોડને ઓર્ગેનિક પદ્ધતિથી ખેતીમાં નવતર પ્રયોગ હાથ ધર્યો છે.





ખેડૂત બુધ્યાભાઇ પવારે વધુમાં જણાવ્યું હતું કે, ઓર્ગેનિક ખેતી પદ્ધતિ અપનાવી તેઓને બાગાયત ખેતીમાં બમણો ફાયદો થયો છે. મલ્ચીગ પેપરનો 1800થી 1900 રૂપિયાનો ખર્ચ હવે બચી જાય છે. ઓર્ગેનિક પદ્ધતિ અપનાવતા અળસીયા પણ પેદા થાય છે અને સ્ટ્રોબેરીના છોડને ખાતર મળી રહે છે. ડાંગ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી માટે ખેતીવાડી શાખા હસ્તકની કેન્દ્ર પુરસ્કૃત તથા રાજય સરકાર હસ્તકની યોજનાઓનું અમલીકરણ તથા વિસ્તરણની કામગીરીની, ગ્રામ્યકક્ષા સુધી અમલવારી કરાવવામાં આવે છે. કૃષિલક્ષી કાર્યક્રમોની સફળતાના પગલે અહી બુધ્યાભાઇ પવાર જેવા ખેડૂતોના આર્થિક, સામાજીક જીવનમાં પરીવર્તન આવ્યું છે. હાલમાં અહીના ખેડૂતો ઓછામાં ઓછા ખેતી ખર્ચે, વધુમાં વધુ ઉત્પાદન મેળવતા થયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application