Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હિમાચલમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 12 લોકોનાં મોત. 400થી વધુ માર્ગો બ્લોક

  • August 24, 2023 

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થતાં 12 લોકોનાં મોત થયા છે અને 400થી વધુ માર્ગો બ્લોક કરવાની ફરજ પડી છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે. આ સાથે જ બંધ કરવામાં આવેલી સડકોની સંખ્યા વધીને 709 થઇ ગઇ છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશમાં પણ ભારે વરસાદે તરખાટ મચાવ્યો છે. વરસાદને લગતી ઘટનાઓમાં 24 કલાકમાં 8 લોકોનાં મૃત્યુ થયા છે. હવામાન વિભાગે ગતરોજ હિમાચલનાં 12 જિલ્લાઓ પૈકી શિમલા સહિતના 6 જિલ્લાઓમાં આગામી 24 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે રેડ એલર્ટ જારી કરી છે. હિમાચલના મુખ્યપ્રધાન સુખવિન્દર સિંહ સુખુએ ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સચેત રહેવા જણાવ્યું છે.



ડેપ્યુટી કમિશનર અરિન્દમ ચૌધરીએ જણાવ્યું હતું કે, મંડી જિલ્લાનાં સેરાજ વિસ્તારના બે ગામોમાં વાદળ ફાટવાથી થયેલા ભૂસ્ખલનથી પાંચ લોકોનાં મોત થયા છે. શિમલામાં પણ અનેક સ્થળોએ ભૂસ્ખલન અને ઝાડ પડવાને કારણે અનેક માર્ગો બંધ કરવાની ફરજ પડી છે. કેટલાક મકાનોમાં તિરાડો પડી ગઇ છે જેના કારણે સાવચેતીના પગલા રૂપે તેમને ત્યાંથી હટાવવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં  ચાલુ મહિનામાં વરસાદ આધારિત ઘટનાઓમાં 80 લોકોનાં મોત થયા છે. 24 ઓગસ્ટે ભારેથી અતિ ભારે વરસાદની આગાહીની પગલે હિમાચલના છ જિલ્લાઓ કાંગ્રા, કુલ્લુ, મંડી, શિમલા, સોલન અને સિરમોરમાં રેડ એલર્ટ જારી કરવામાં આવી છે. હિમાચલમાં બે મહિનામાં 12100થી વધુ મકાનોને નુકસાન થયું છે અથવા ધરાશયી થયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application