ઉકાઈ ડેમના ઉપરવાસમાં નોંધાયેલા વરસાદ અને હથનુર ડેમમાંથી 13 હજાર ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી 29 હજાર કયુસેક પાણી છોડવામાં આવતા ઉકાઈ ડેમમાં આજથી વરસાદી સિઝનમાં સૌ પ્રથમવાર 22 હજાર ક્યુસેક્સ પાણીનો જથ્થાની આવકનો પ્રારંભ થયો છે. ઉપરવાસમાં વરસાદ અને હથનુર ડેમના 12 ગેટ એક મીટર ખોલી 13 હજાર ક્યુસેક પાણી છોડાયું છે,જયારે પ્રકાશા ડેમના 2 ગેટ ફૂલ ઓપન કરી 29 હજાર કયુસેક પાણી છોડાઈ રહ્યું છે.
આજે મોડી સાંજે 5 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક 22,778 કયુસેક તથા જાવક 1000 ક્યુસેક્સ સાથે સપાટી 316.73 ફુટ નોંધાઈ
આજે મોડી સાંજે 5 વાગ્યા સુધીમાં ઉકાઈ ડેમમાં પાણીની આવક 22,778 કયુસેક તથા જાવક 1000 ક્યુસેક્સ સાથે સપાટી 316.73 ફુટ નોંધાઈ છે.ડેમના ઉપરવાસમાં આવેલા ગેજ સ્ટેશનોમાંથી ચીખલધરામાં અડધો ઇંચ,ગોપાલખેડામાં બે,બુરહાનપુરમાં દોઢ,સાગબારામાં એક ઈંચ વરસાદ નોધાયો છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં મધ્યપ્રદેશના કેચમેન્ટ વિસ્તારમાં આજે નોંધપાત્ર વરસાદ નોંધાવા સાથે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે સીઝનનની સૌ પ્રથમવાર પાણીની આવકનો આજથી પ્રારંભ થયો છે.ઉકાઈ ડેમમાં સવારે 11,889 ક્યુસેક નવા નીરની આવક થવાની સાથે વહીવટી તંત્ર સતર્ક બન્યું હતુ.
જે સાંજે પ્રકાશા ડેમમાંથી 2 ગેટ ફૂલ ઓપન કરી 29,132 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
વીતેલા ચોવીસ કલાક દરમિયાન ઉકાઈ ડેમના કેચમેન્ટ એરીયામાં પણ ચોવીસ કલાકથી વરસાદીને પગલે પાણીની આવક નોધાઈ છે.હથનુર ડેમમાંથી હથનુરની સપાટી 209.380 મીટર નોંધાઈ છે.જયારે આજે સાંજે પ્રકાશા ડેમમાંથી 2 ગેટ ફૂલ ઓપન કરી 29,132 કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.ડેમના ઉપરવાસમાં વરસાદ તથા હથનુર ડેમમાંથી છોડવામાં આવતા પાણીનો પગલે ઉકાઈ ડેમમાં ચાલુ વર્ષે મોસમમાં બપોરે સૌ પ્રથમવાર પાણીનો જથ્થાની આવકથી પ્રારંભ થવા પામ્યો છે.જે ઈનફ્લો મોડી સાંજે 5 કલાકે વધીને 22,778 ક્યુસેક્સ નોંધાયો છે.જ્યારે ડેમમાંથી પાણીની 1000 ક્યુસેક્સ છોડવા સાથે મોડી સાંજે ઉકાઈ ડેમની સપાટી 316.73 ફુટ નોંધાઈ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500