Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નિઝરના ગુજ્જરપુર માંથી ૧૨ જુગારીયાઓ પકડાયા

  • March 26, 2024 

નિઝરના ગુજ્જરપુર ગામના વલકા ફળીયામાં જુગાર રમતા ૧૨ જુગારીયાઓને ૮૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.નિઝર પોલીસ સ્ટાફના માણસોને સોમવાર નારોજ મળેલ બાતમીના આધારે નિઝરના ગુજ્જરપુર ગામના વલકા ફળીયામાં દરોડા પાડી જાહેરમાં ગંજીપાનો નો જુગાર રમતા ૧૨ જુગરીયાને ઝડપી પાડવામાં આવ્યા હતા, આ દરોડામાં પોલીસે દાવ પરના રૂપિયા ૫૫૯0/- સહીત અંગ ઝડતી અને મોબાઈલ ફોન તેમજ રોકડ મળી કુલ રૂપિયા ૮૮ હજારનો મુદ્દામાલ ક્બ્જે કર્યો છે.બનાવ અંગે નિઝર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અનીલભાઈની ફરિયાદના આધારે ૧૨ જુગારીયાઓ સામે જુગારધારા હેઠળની કલમ લગાવી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application