Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં રાવજીબુંદા અને નારણપુરા ગામમાંથી જુગાર રમતા 12 જુગારીઓ ઝડપાયા

  • May 24, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : ઉચ્છલ તાલુકાનાં રાવજીબુંદા ગામ અને નારણપુરા ગામમાંથી ગેરકાયદેસર રીતે જુગાર રમતા 12 જુગારીઓને પોલીસ રેઈડમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, ઉચ્છલ પોલીસ સ્ટાફના માણસો ગુરૂવારનાં રોજ ખાનગી વાહનમાં બેસી પ્રોહી. તથા જુગાર અંગેની રેઈડમાં નીકળ્યા હતા. તે દરમિયાન ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે રાવજીબુંદા ગામનાં આજનભાઈ કાકડિયાભાઈ ગામીત નાંઓના રહેણાંક ઘરની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યમાં આમલીનાં ઝાડ નીચે જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા.


જયારે નારણપુરા ગામનાં યસોફભાઈ ઈદુભાઈ વસાવાના ઘરની પાછળ આવેલ ખુલ્લી પજરીના ભાગે જાહેરમાં લાઈટનાં અજવાળામાં ગંજીપાનાનો પૈસાવતી હારજીતનો જુગાર રમતા પાંચ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી જુગાર રમતા રમવાના સાધનો અને રોકડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવ અંગે પોલીસ કર્મચારીની ફરિયાદનાં આધારે ઝડપાયેલ 12 જુગારીઓ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.


રાવજીબુંદા ગામે ઝડપાયેલ સાત જુગારીઓ...

1.નહેરુ સુરજીભાઈ ગામીત (રહે.રાવજીબુંદા ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ),

2.આજન કાકડિયાભાઈ ગામીત (રહે.રાવજીબુંદા ગામ, ડબરી ફળિયું, ઉચ્છલ),

3.સુનીલ જયંતિભાઈ ગામીત (રહે.રાવજીબુંદા ગામ, ડબરી ફળિયું, ઉચ્છલ),

4.નૈનેશ સીંગાભાઈ ગામીત (રહે.રાવજીબુંદા ગામ, ડબરી ફળિયું, ઉચ્છલ),

5.ચીમન બોધાભાઈ ગામીત (રહે.રાવજીબુંદા ગામ, ડબરી ફળિયું, ઉચ્છલ),

6.મહેન્દ્ર દાદુભાઈ ગામીત (રહે.રાવજીબુંદા ગામ, સરપંચ ફળિયું, ઉચ્છલ) અને

7.નરેશ રામાભાઈ ગામીત (રહે.રાવજીબુંદા ગામ, હનુમાન ફળિયું, ઉચ્છલ).


નારણપુરા ગામે ઝડપાયેલ પાંચ જુગારીઓ...

1.યસોફ ઈદુભાઈ વસાવા (રહે.નારણપુરા ગામ, ઉચ્છલ),

2.દેવીદાસ હીરજીભાઈ વસાવા (રહે.નારણપુરા ગામ, ઉચ્છલ),

3.અયુબ જયાભાઈ વસાવા (રહે.નારણપુરા ગામ, બોરડી ફળિયું, ઉચ્છલ),

4.કિરણ નુર્યાભાઈ વસાવા (રહે.નારણપુરા ગામ, ઉચ્છલ) અને

5.અલ્પેશ બાજીયાભાઈ વળવી (રહે.નારણપુરા ગામ, બોરડી ફળિયું, ઉચ્છલ).



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application