નવસારી:બોગસ લાયસન્સના આધારે ગન રાખનાર વિજલપોરનાં શખ્શની SOGએ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બોગસ લાયસન્સ રાખનારાઓમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો હતો.
SOGના પોલીસ ઇન્સપેક્ટર એ.એસ.પાટીલને બાતમી મળી હતીકે, વિજલપોરના અલકાપુરીમાં આવેલ લાયન્સ ઇન્ડસ્ટ્રીયલ સીક્યુરીટી એન્ડ મેનેજમેન્ટ સર્વિસ પ્રા.લી નામની એજન્સીમાં કેટલાક ગનમેનો બોગસ હથિયાર પરવાના યુપી માંથી સમગ્ર ભારત હદ વિસ્તારના હથિયાર લાયસન્સ મેળવી આર્થિક ફાયદો મેળવી ગનમેન તરીકે ફરજ બજાવે છે.બાતમીના આધારે સીક્યુરીટી સર્વિસનાં સંચાલક અવધેશ શુક્લાને મળી પોલીસે એજન્સીમાં ગનમેનો તરીકે નોકરી કરતા ગનમેનના હથિયાર પરવાનાની કોપીઓ મેળવી વેરીફિકેશન શરૂ કર્યુ હતુ.પોલીસને તપાસ દરમિયાન ઉક્ત સિક્યુરીટી એજન્સીના ગનમેન લવકુમાર રામસેવક શુક્લા હાલ રહે. વિજલપોર સત્યમ શિવમ સુંદરમ શિવાજીચોક પાસે બોગસ જણાતા બારબોર ગન,જીવતા કાર્ટીજીસ નંગ-૪ મળી કુલ ૩૦,૨૦૦ રૂપિયાનાં મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો.અહીં ઉલ્લેખનીય છેકે,ગનમેન બે-અઢી વર્ષથી નવસારીમાં આવેલ એચડીએફસી તથા સેન્ટ્રલ બેંકના એટીએમ મશીનોમાં રૂપિયા લોડીંગ કરતા રાયટર કંપનીની ગાડી ઉપર ગનમેન તરીકે ફરજ બજાવતો હતો.બોગસ લાયસન્સ અંગે પોલીસે પૂછતાછ કરતા લાયસન્સ અલહાબાદના હંડીયા ગામના રહીશ ગુલાબ પાંડે નામના વ્યક્તિ પાસેથી મેળવેલ હોવાનું જણાવતા તેની સામેં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હોવાનું જાણવા મળ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application