વલસાડ જિલ્લામાં ટ્રાય એંગલ પ્રેમ કહાની સામે આવી છે. જેમાં બે યુવકો એક યુવતીના પ્રેમમાં હોવાની બંનેને જાણ થતા એક યુવકે તેના સાગરિતો સાથે બીજા યુવક પર હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે, જયારે સાત શખ્સો સામે રાયોટીંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, વલસાડનાં ખજુરડી ખાતે રહેતા લાલુભાઇ ભીખુભાઈ હળપતિની નજર અટગામ ખાતે રહેતી એક યુવતી સાથે મળતા બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો.
જયારે યુવતીનો વલસાડ તાલુકાનાં કલવાડા વડ ફળીયા ખાતે રહેતા અજય રમેશભાઈ રાઠોડ સાથે પણ પ્રેમ સંબંધ હોવાથી સમગ્ર બનાવની જાણ બંને યુવકોને થતા બંને યુવકોએ તેના મિત્રો અને ગામના અગ્રણીઓ સાથે વલસાડ હાઈવે ઉપર આવેલી સાસુમાં હોટલ પાસે બંને યુવકોએ એક મીટીંગ રાખી હતી.
જોકે બંને યુવકો વચ્ચે સમાધાન કરાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો. તે દરમિયાન અજય રાઠોડ અને મિત્રો સાથે લાલુ હળપતિ સાથે થયેલી ઉગ્ર બોલાચાલીની અદાવત રાખી અજય રાઠોડ અને તેના સાગરિતોએ લાલુ ભીખુ હળપતિને ખજુરી ગામ ખાતે આવેલા ભવાની તળાવના કાંઠે લાલુ ભીખુ હળપતિને અજય રાઠોડ તથા તેના 7 મિત્રોએ ઢોર માર મારી યુવકને છોડી ભાગી છૂટયા હતા.
બનાવ અંગે સ્થાનિક લોકોને જાણ થતાં સ્થાનિક લોકોએ તાત્કાલિક વલસાડ રૂરલ પોલીસની ટીમ તથા 108 ટીમની મદદ મેળવી હતી. વલસાડ 108ની ટીમની મદદ મેળવી ઇજાગ્રસ્ત લાલુ હળપતિને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડયો હતો. સમગ્ર ઘટના અંગે સંજયભાઈ અમૃતભાઈ હળપતિએ અજય રાઠોડ તથા તેના સાગરિતો સામે રાયોટીંગની ફરિયાદ નોંધાવી હતી. બનાવ અંગે વલસાડ રૂરલ પોલીસ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500