Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નવસારી:ધરેથી ભાગી ગયેલી કિશોરીને ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇન ટીમે પરિવાર સાથે મિલન કરાવ્યું

  • April 13, 2019 

તાપીમિત્ર ન્યુઝ,નવસારીઃ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને બીલીમોરા રેલ્વે પોલીસ ઘ્વારા કોલ કરી જણાવેલ કે એક કિશોરી રેલ્વેસ્ટેશન પાસે બેઠી છે. રેલ્વે પોલીસ ઘ્વારા કિશોરીને પૂછપરછ કરતાં કોઇ જવાબ આપતી ન હતી જેથી મદદરૂપ થવા માટે ૧૮૧ અભયમ ટીમની મદદ લીધી હતી.૧૮૧ અભયમ ટીમને કોઇ મળતા નવસારી રેસ્કયુ વાન સ્થળે પહોંચી કિશોરીની પુછપરછ હાથ ધરી હતી.શરૂઆતમાં કોઇ પ્રતિભાવ ન મળ્યો હતો.પરંતુ ટીમ ઘ્વારા ખૂબ જ શાંતિથી કિશોરીને સમજાવી હતી જેથી કિશોરીએ જણાવ્યું હતું કે,નવસારીમાં તેને એક છોકરા સાથે મિત્રતા હોવાથી ધરમાં ઝધડો થયો હતો.આથી ધરે કોઇને પણ જાણ કર્યા વગર ટ્રેનમાં બેસી બીલીમોરા આવી ગઇ હતી.હવે આગળ કયાં જવું તે સમજ ન પડતા તે રેલ્વે સ્ટેશને પર જ બેસી ગઇ હતી.જયાં રેલ્વે પોલીસ કર્મચારીની કિશોરી પર નજર પડતાં અભયમ ટીમને જાણ કરી હતી.૧૮૧ અભયમ ટીમના કર્મયોગી કર્મચારી ફાલ્ગુની પટેલ તેમજ દર્શનાબેન કિશોરીને સમજાવી તેના પરિવારને સોંપવામાં આવી હતી.આમ રેલ્વે પોલીસ કર્મચારીની સતર્કતા તેમજ ૧૮૧ અભયમ ટીમની સમજાવાટથી ધરેથી ભાગેલી કિશોરીને પરિવારને મળી જતા ખૂબ જ આનંદની લાગણી અનુભવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application