ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નમૅદા જિલ્લાના ડેડીયાપાડા વિસ્તારના પૂર્વ પટ્ટીના અંતરીયાળ ડુંગરાળ વિસ્તારોના ગામોના લોકોને આઝાદીના 72 વર્ષ બાદ પણ હજુ સુધી બસ જેવી પ્રાથમિક સુવિધાઓ મળી નથી,ગ્રામજનોની વારંવાર રજુઆતો છતા આજદીન સુધી બસ સેવાઓનો લાભ તંત્ર દ્વારા અપાયો નથી.
આ વિસ્તારમા બાટાવાળી,આબાગામ,સુકવાલ,ધનપીપર,સારધાટ,પડલાવારી,મોરજડી,ખામન,માથામોગર,માથાભાટ,કાદા,જેવા અનેક ગામોના લોકો અને અભ્યાસ કરતા વિધાથીઓને ડેડીયાપાડા તાલુકા મથકો પર કામકાજ અર્થે કે અભ્યાસ માટે આવવા જવા માટે ખૂબજ હાડમારી વેઠવી પડે છે અને ગામના લોકોએ તાલુકા મથકે જવા આવવા માટે વધુ ભાડું ખર્ચી ખાનગી વાહનોનો સહારો લેવા મજબૂર થવું પડે છે .
high light-વિદ્યાર્થીઓને પણ મુશ્કેલી.....
આ વિસ્તારોના ભણતા વિધાર્થીઓ મોટી સંખ્યામાં ડેડીયાપાડા તાલુકાના મથકે સ્કુલ કોલેજમા તેમજ આઈટીઆઈ કે અન્ય તાલીમ કલાસીસ કરવા માટે જાય આવે ત્યારે તાલુકા મથકો પર જવા આવવા માટે માત્રને માત્ર ખાનગી વાહનોનો જ સહારો લેવો પડી રહ્યો છે જેના લીધે ખાનગી વાહનોમા જવા આવવામા વધુ પૈસાનો વ્યય થઈ રહ્યો છે ઉપરાંત ખીચોખીચ ભરેલા આ વાહનો માં જોખમી મુસાફરી કરવી પડે છે.
high light-ડામર રસ્તો બન્યાને ચાર વર્ષ થયાં પણ સરકારી બસની સુવિધા ઉપલબ્ધ નથી
આશ્ચર્યની વાત એ છે કે આ ગામડાઓમાં જવા આવવા માટે ડામર રસ્તો પણ બનાવેલો છે જે ડામર રસ્તો બન્યાના આશરે ચાર વષૅ જેટલો સમય થયો તેમ છતા આજ દીન સુધી આ વિસ્તારોમાં બસનો એક પણ રુટ ચાલુ કરી બસ સેવા આપવામાં આવતી નથી જે તંત્રની કામગીરી સામે મોટો સવાલ ઉભો કરે છે
high light-ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની આર્થીક સ્થિતિ નબળી.
અહીંના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો ખેતી ઉપર નિર્ભર રહી જીવન નિર્વાહ કરી રહ્યા છે અહીંના ગ્રામજનો માત્રને માત્ર ચોમાસુ આધારિત ખેતી ઉપર નભે છે જેથી ભણતર માટે જતાં વિદ્યાર્થીઓને રોજના રોકડ પૈસા કાઢીને તેમને બાળકોને ભણવવામા ભારે મુશકેલીઓ પડી રહી છે,લોકોની આવક ઓછી હોય રોજ પૈસા કાઢવા ભારે મુશ્કેલ છે ત્યારે ઘણા લોકોની આર્થીક પરીસ્થિતિ સારી ન હોવાના લીધે તેમના બાળકોને અધવચ્ચે થી ભણતર છોડી દેવાની ફરજ પડે છે ત્યારે જો સરકારી બસની સુવિધા હોય તો વિદ્યાર્થીઓ પાસ કઢાવે તો આર્થિક ફાયદો પણ મળી શકે
high light-આ બાબતે રાજપીપળા ડેપો મેનેજર સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે,આ બાબતે તેમની પાસે કોઈ રજુઆત આવી નથી અને રજુઆત આવશે તો તેમના અધિકારીઓ યોગ્ય સર્વે કરી જે તે ગામના લોકોને બસની સુવિધા મળે તેવા પ્રયાસ કરાશે
high light-સરકાર ભલે સૌનો સાથ સૌનો વિકાસનું સુત્ર ગણતી હોય પરંતુ આવા અંતરિયાળ વિસ્તારો હજી પણ સાથ સહકાર અને વિકાસથી વંચિત છે એમ કહી શકાય આ વિસ્તારોના ગામડાઓમાં તંત્ર દ્વારા વહેલી તકે બસની સુવિધા ચાલુ કરી નિયમિત બસો દોડાવે એવી આ વિસ્તારના ગ્રામજનો માંગ કરી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500