Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રૂપિયાની લાલચ:કુંવારી બની લોકોને ઠગતી બે સંતાનોની માતા અને તેના સાગરીતો વિરૂધ્ધ ફરિયાદ 

  • April 13, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ-રાજપીપળા:નર્મદા જિલ્લામાં અગાઉ પણ વારંવાર પૈસા લઈ લગ્ન કરી ઠગવાના કિસ્સા પ્રકાશ માં આવ્યા હતા જેમાં કેટલાક વ્યક્તિઓની ટોળકી દ્વારા યુવકો ને છેતરવાની ઘટના સામે આવી હતી ત્યારે હાલ આવીજ એક વધુ ફરિયાદ ગરુડેશ્વર પોલીસ મથકે નોંધાઈ છે.સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર મહેસાણા જિલ્લાના ઊંઝાના જીતેન્દ્ર ઈશ્વરલાલ લીમ્બાચીયાએ આપેલી ફરિયાદ મુજબ ગીતાબેન તેનું સાચુ નામ કમલી હોય એ પહેલેથી પરણીત અને બે સંતાનોની માતા હોવાનું જાણવા છતા સોમનાથ બાજુ કોઈ છોકરા સાથે લગ્ન કરી ત્યાં ચારેક દિવસ રહી ભાગી આવેલ હતી એ બાબતે વકીલ સાજીદભાઈ તથા ગૌતમભાઈ પટેલ તથા ગીતાબેનના પિતા તરીકે ઓળખ આપનાર ઇશ્વરભાઈ ફુલજીભાઈ તડવી તથા અર્જુનભાઈ બચુભાઈ તડવી તથા જયેશભાઈ મણીલાલ તડવી રહે,બરોલી તા.નસવાડી તેમજ જયેશભાઈ રણછોડભાઈ વસાવા રહે,રેગણ કોલોની તા,તિલકવાડા તથા કન્તિભાઈ તડવી રહે,તિલકવાડા જાણતા હોવા છતા આ લોકો પોતાના આર્થિક ફાયદા માટે કમલી નામની મહિલા જે પરણીત હોય તેણે ગીતાબેન નામ ખોટુ રાખી પોતે અપરણીત હોવાનુ જણાવી જયેશભાઈ રણછોડભાઈ વસાવા દ્વારા જીતેન્દ્ર લીમ્બાચીયાને વાડી ગામે રહેતા ઇશ્વરભાઈ ફુલજીભાઈ તડવી જેઓ ગીતાબેનના પિતા હોવાની તેમજ જયેશભાઈ મણીલાલ તડવી રહે,બરોલી તા.નસવાડી ગીતાબેનના ભાઈ હોવાની ખોટી હકીકત જણાવી ઝરીયા વાડી ગામે જીતેન્દ્ર સાથે કમલીબેને ગીતાબેન હોવાનુ ખોટુ નામ જણાવી પોતે અપરણીત હોવાનુ કહી સાચી હકીકત નહી જણાવી ફરિયાદી જીતેન્દ્ર સાથે ગીતાબેનના લગ્નના સોદા માટેની રકમ રૂપિયા એક લાખ પચ્ચીસ હજાર લઇ ગીતાબેન સાથે મારી ફુલહાર વીધી કરાવી ગીતાબેન દ્વારા લગ્ન બાદ તેના વતન ખાતે પગે લાગવાનું જણાવતા હું ઉઝા-રાજપીપલા ડેપોમા બસ માથી નીચે ઉતરી શૌચાલય જવાનું જણાવી ગયો હતો જેનો લાગ જોઈ મહિલા ભાગી ગઈ હોય માટે આ તમામની મીલીભગત થી જીતેન્દ્રભાઈ સાથે વિશ્વાસધાત તેમજ છેતરપીંડી કરી હોવાની ફરિયાદ ગરુડેશ્વર પોલીસ સ્ટેશને આપતા પોલીસે કુલ આઠ વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે તપાસ ગરુડેશ્વર પીએસઆઇ એમ.બી.વસાવા કરી રહ્યા છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application