તાપીમિત્ર ન્યુઝ,નવસારી:નવસારી શહેરમાં લુન્સીકુઇ ખાતે સ્વીપ અંતર્ગત નવસારી જિલ્લાના શિક્ષકો દ્વારા મોબાઇલ ફલેશ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જિલ્લા ચુંટણી અધિકારી ડો.એમ.ડી.મોડીયાએ મોબાઇલ ફલેશ ઓન કરીને કાર્યક્રમને ખુલ્લો મુકયો હતો.આ કાર્યક્રમમાં નવસારી જિલ્લાના ૯૦૦ જેટલા શિક્ષકોએ મોબાઇલ ફલેશ લાઇટ થકી તા.૨૩ એપ્રિલ ૨૦૧૯ના રોજ મતદાન અચૂક થાય તે અંગે ગુજરાતનો નકશો તેમજ ૨૩ એપ્રિલની પ્રતિકૃતિ મોબાઇલ ફેલેશ લાઇટથી ઉભી કરી હતી.સીરીઝ લાઇટથી સ્વીપ નવસારી અને રેડી ટુ વોટ તૈયાર કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે જિલ્લા ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું કે,લોકશાહીના મહાપર્વમાં વધુમાં વધુ મતદાન કરવાનો સંદેશો આ કાર્યક્રમ થકી લોકો સુધી પહોચાડવાનો પ્રયાસ કરાયો છે.લોકસભાની સામાન્ય ચુંટણી અંતર્ગત શહેર-જિલ્લામાં મતદાર પ્રત્યે લોકજાગૃતિ કેળવાય તેવા આશયથી સ્વીપ અંતર્ગત જિલ્લામાં અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે.૧૦૦ ટકા મતદાન-જેવા સૂત્રોચ્ચાર સાથે લોકશાહીના મહાપર્વમાં જોડાવાની સૌને હાકલ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application