Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

લોકસભા ચુંટણીના એકઝીટપોલ પર પ્રતિબંધ

  • April 09, 2019 

ભારતના ચૂંટણી પંચે દેશમાં યોજાનાર લોકસભાની સામાન્‍ય ચૂંટણીઓ-૨૦૧૯ તેમજ વિધાનસભાની પેટાચૂંટણી સંદર્ભે લોકપ્રતિનિધિત્‍વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૬-એની પેટા કલમ (૧),(ર) હેઠળ તા.૧૧-૪-૨૦૧૯ને ગુરૂવાર સવારના ૭-૦૦ કલાક થી તા.૧૯-૫-૨૦૧૯ને રવિવારના સાંજના ૬-૩૦ વાગ્‍યા સુધીના સમયગાળા દરમિયાન એક્‍ઝીટ પોલ (EXIT POLL) યોજવા કે કોઇપણ એકઝીટપોલના પરિણામો પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનીક મીડિયા પર પ્રકાશિત કરવા કે પ્રસિદ્ધ કરવા પ્રતિબંધ ફરમાવ્‍યો છે,એમ સંયુકત મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રી જયદિપ દ્વિવેદીની યાદીમાં જણાવાયું છે.યાદીમાં વધુમાં જણાવ્‍યાનુસાર લોકપ્રતિનિધિત્‍વ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૧૨૬(૧)બી હેઠળ મતદાન પુરૂ થવાના કલાક સાથે પૂરા થતા ૪૮ કલાકના સમયગાળા દરમિયાન ઓપીનીયન પોલ કે મતદાન અંગેનું કોઇપણ સર્વેક્ષણ સહિતની કોઇપણ ચૂંટણી બાબતની સામગ્રી કોઇપણ પ્રકારના ઇલેકટ્રોનીક માધ્‍યમ પર પ્રદર્શિત કરવા પ્રતિબંધ રહેશે. high light-લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૧૯ દરમિયાન એકઝીટ પોલ અને ઓપીનિયન પોલ પર પ્રતિબંધ    


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application