Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત:૧૧ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાનો ભેદ ઉકેલાયો

  • April 20, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સુરત:સુરતના પાંડેસરામાં એક ૧૧ વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના કેસનો ઉકેલ આવ્યો હોવાનું જણાવાઈ રહ્યું છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. રાજદીપ ઝાલાની ટીમ દ્વારા આ સમગ્ર મામલે ખુલાસો કરાયો છે. પોલીસે બાળકીની હત્યા સમયે વપરાયેલી શેવરોલેટ કાર કબ્જે કરી છે. કાર મળતા જ પોલીસને હત્યાનો ભેદ ખોલવામાં સફળતા મળી છે. કારનો માલિક પોલીસના હાથે આવ્યો હતો. બાળકીનું ગળુ દબાવીને હત્યા કરાઈ હતી. હત્યાના આરોપીઓ પરિવારના જ હોવાની પોલીસને શંકા હતી.મુખ્ય આરોપી રાજસ્થાન નાસી ગયો હતો.પોલીસે આ મુખ્ય આરોપીની હાલ રાજસ્થાનના ગંગાનગરથી ધરપકડ કરી લીધી છે.સુરતના પાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ બાદ હત્યાના મામલે પોલીસે મુખ્ય આરોપીઓને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. મુખ્ય આરોપીની રાજસ્થાનના ગંગાપુરથી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે. આજે વધુ 2 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે. આરોપી અમરસિંહ અને હરિસિંહની સવારે ધરપકડ કરાઇ હતી. મળતી માહિતી મુજબ બાળકી માતા સાથે મજૂરી કામ માટે સુરત આવી હતી અને સુરતના પાંડેસરામાં મજૂરી કામ કરતી હતી. જો કે ઘટના બાદ હજુ તેની માતા ગાયબ છે અને બાળકી આંધ્રપ્રદેશની હોવાનો દાવો પણ ખોટી પડ્યો છે. ઝડપાયેલા તમામ આરોપી રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે ત્યારે આરોપી બાળકીના પરિવાજન હોવાની વાત પણ ખોટી જણાઈ રહી છે.જો કે બાળકીની હત્યા કયા કારણસર કરવામાં આવી તે હજુ બહાર આવ્યું નથી.આરોપીઓની પૂછપરછમાં આ અંગે માહિતી બહાર આવી શકશે. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application