તાપીમિત્ર ન્યુઝ,સુરત:૧૩ દિવસ પુર્વે સુરતના પાંડેસરા વિસ્તાર માંથી ૧૧ વર્ષીય મૃત હાલતમાં બાળકી મળી આવી હતી.આ માસુમ બાળકીના ચહેરા પર માસુમીયત નિતરતી હતી અને તેના ઉપર અતિ ક્રુર અત્યાચાર કરવામાં આવ્યો હોવાનું બહાર આવતા લોકરોષ ફાટી નિકળ્યો હતો.પોલીસે પણ માસુમ બાળકીની ભાળ મેળવવા અને તેના હત્યારાઓને પકડવા તમામ સ્તરે જાળ બિછાવી હતી.લોકો અને સ્વૈચ્છીક સંસ્થાઓએ પણ મદદ કરી હતી.
મળતી વિગતો મુજબ સુરત પોલીસે લોકોને હચમચાવતી માસુમ બાળકીની હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે.પોલીસે બે આરોપીને ઝડપી લીધા છે.જયારે તેના નજીકના જ સગા આ પ્રકરણમાં મુખ્ય સુત્રધાર હોય તે હજુ પોલીસને હાથ લાગ્યા નથી.નજીકના સગા બાળકીના કાકા હોવાનું ચર્ચાય છે. પોલીસે આ ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.ગુન્હામાં વપરાયેલી કાર પોલીસે કબ્જે કરી છે.આખા હત્યાકાંડની વિગત ટુંક સમયમાં જાહેર થશે.અત્રે ઉલ્લેખનીય છે કે,માસુમ બાળકી સાથે ભારે અત્યાચાર થયાનું બહાર આવ્યું છે.માસુમ બાળકીની પીડાથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે ફિટકાર હત્યારા પ્રત્યે વરસ્યો હતો.પોલીસે આ અંગે ર૦ હજાર રૂપીયાનું ઇનામ જાહેર કરાયેલ તો સુરતના બિલ્ડર શ્રી ઘેલાણી દ્વારા પ લાખ રૂ.નું ઇનામ જાહેર કરાયેલ.આખા દેશમાં ચકચાર મચાવનાર સુરતમાં બાળકીના દુષ્કર્મ અને મર્ડરના કેસમાં બે લોકોની અટકાયત કરવામાં આવી છે.તેની હત્યા બાળકીના સંબંધીઓએ કરી હોવાની શંકા છે.હત્યામાં વપરાયેલી કાર જપ્ત કરી લેવામાં આવી છે.શંકા પ્રમાણે મુખ્ય આરોપીઓમાંના એક તેના કાકા હજુ ફરાર છે.બાળકીની ઓળખ માટે પોલીસે ૧૦૦થી વધુ નવી ટીમ બનાવી હતી.આ ઉપરાંત ૩૦૦ પોલીસની ટીમ અલગ અલગ જગ્યાએ તપાસમાં જોતરાઇ છે.પોલીસે ભીખ માંગતા બાળકો પાસે બાળકીની ઓળખના પ્રયાસો પણ શરૂ કરાયા હતા.આ મામલે ચાઈલ્ડ ટ્રાફિકિંગ અંગે તપાસ બંગાળ તરફ કેન્દ્રિત કરવામાં આવી હતી.સુરતના પાંડેસરામાં સાંઇમોહન સોસાયટી પાસેના મેદાન માંથી ગત છઠ્ઠી એપ્રિલની સવારે બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.પોસ્ટમોર્ટમ દરમિયાન બાળકી ઉપર ઇજાના સંખ્યાબંધ ૮૬ નિશાન મળી આવ્યા હતાં.હત્યા અગાઉ દસેક દિવસથી તેણીને શારીરિક ત્રાસ આપવામાં આવતો હોવાનું જણાયું હતું.એટલું જ નહીં બાળકી ઉપર બળાત્કાર ગુજારી તેણીનું મોઢું અને ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોસ્ટમોર્ટમ કરનાર તબીબોએ જણાવ્યું હતું.બાળકીની ઓળખ થાય એ માટે પોલીસ દ્વારા દેશના તમામ રાજયની પોલીસને બાળકીના ફોટોગ્રાફસ અને તેની માહિતી મોકલી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application