વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવા-ડાંગ:વઘઇ સામગહાન માર્ગ પરના આંબાપાડા ગામ નજીક મંગળવારે મોડી રાત્રે ભાવનગરથી શિરડી જતી એસ.ટી.બસ નંબર જીજે-૧૮-ઝેડ-૩૧૨૬ સાથે શિરડીથી સુરત જતી ખાનગી લકઝરી બસ નંબર જીજે-૦૩ બીડબ્લ્યુ-૮૦૮૦ અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.બંને બસના મુસાફરોની ચિચિયારીથી વાતાવરણ ગુંજી ઊઠયું હતુ.અકસ્માતની જાણ સાપુતારા પોલીસને થતા તેઓ તત્કાલ ઘટના સ્થળે ધસી જઇ બચાવ કામગીરી હાથ ધરી હતી.બંને બસના ઇજાગસ્તોને ૧૦૮ દ્વારા વઘઇ સીએચસી ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા.જયાં (૧)નાનસીબેન એ.અંબાડે રહે,નાસિક (૨)સુધિર પાંડે રહે.વાપી નું સારવાર દરમિયાન મોત નીપજયું હતું,જયારે પાંચ જેટલા મુસાફરોને ગંભીર ઇજા પહોચતા તેઓને વલસાડ સિવિલમાં ખસેડાયા હતા,જયાં ૨૩ વર્ષીય વિશાલ શાંતિલાલ ગોરખ્યાનું સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.આ ગોઝારા અકસ્માત સર્જીને ખાનગી લકઝરી બસના ચાલક નાસી છુટયો હતો.બનાવ સંદર્ભે
એસટી બસના ચાલક ડી.કે.રાઠોડે સાપુતારા પોલીસમાં લકઝરી ચાલક વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેના આધારે સાપુતારા પોલીસે લકઝરી બસ ચાલક વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application