ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા સીવીલ કોર્ટનાં જ્યુડીશિયલ ફર્સ્ટ ક્લાસ મેજીસ્ટ્રેટ વી.એમ.જોષીની કાર્ય નિતીની વિરુધ્ધમાં વકિલોનો વિરોધ દીવસે ને દીવસે ઉગ્ર બની રહ્યો છે.મેજીસ્ટ્રેટ વી.એમ.જોષીની સામે છેલ્લા દોઢ મહીનાથી વકીલોએ વિરોધનું શસ્ત્ર ઉગામ્યુ હતુ.ગત 20 ફેબ્રુઆરીએ તેમની કોર્ટનો બહિષ્કાર બાદ પણ કોઇ નિરાકરણ નહી આવતા ગત 8 માર્ચે પ્રતિક ઉપવાસ આંદોલન કર્યા હતા છતાં કોઈ ઉકેલ ના આવતા 13 માર્ચ થી નર્મદા ડિસ્ટ્રીકટ બાર એસોશીએશને અચોક્કસ મુદ્દત ની હડતાલ જાહેર કરી કોર્ટનો બહિષ્કાર કર્યો છે.આ હડતાળના પગલે મુખ્ય જિલ્લા ન્યાયાલયની કામગીરી એકદમ ઠપ્પ થઈ ગઈ છે.નર્મદા જિલ્લાના કોર્ટનાં તમામ સિનીયર અને જુનીયર વકીલો આજે કોર્ટ સંકુલનાં દરવાજે ભેગા થઇને સુત્રોચ્ચાર કર્યા હતા.અને સિવિલ કોર્ટના જ્યુડિશિયલ ફસ્ટ કલાસ મેજિસ્ટ્રેટ જજને તાત્કાલિક ધોરણે બદલી કરવાની માંગ કરી છે.આ બાબતે બાર એસોસિયેશનના પ્રમુખ વંદના ભટ્ટે આક્ષેપ કર્યો હતો કે,મેજીસ્ટ્રેટ વી.એમ.જોશી સાહેબની કાર્યપધ્ધતિ સમજાય તેમ નથી અને એના કારણે નર્મદાની પ્રજા કે જે અમારા ક્લાઈન્ટ છે તેમને ન્યાય મળે એ માટે અમારી મુખ્ય માંગ એ છે કે,તેમની ટ્રાન્ફર કરવામાં આવે,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application