નવી દિલ્હી:દેશમાં ફટાકડા ફોડવાની અરજી પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે,દરેક અરજી ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની શા માટે છે? જ્યારે કારથી વધારે પ્રદૂષણ ફેલાય છે.જસ્ટિસ એસએ બોબ્ડેની આગેવાની વાળી ખંડપીઠે જાણ્યું કે ફક્ત ફટાકડાના પ્રદૂષણ થવાનું કારણ ગણી શકાય નહીં જ્યારે સૌથી વધારે પ્રદૂષણ કારથી ફેલાય છે.ફટાકડા પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરતી અપીલ પર કોર્ટે કહ્યું, “શા માટે જે હોય તે ફટાકડા પર જ પ્રતિબંધ મૂકવા માંગે છે? જ્યારે સૌથી વધારે પ્રદૂષણ કારથી ફેલાય છે? કોર્ટે એ બાબતની પણ નોંધ લીધી કે'ગ્રીન ફટાકડા'ના નિર્માણની અચોક્કસતાની સ્થિતિમાં હજારો કારીગરોએ બેરોજગારીનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રીન ફટાકડાના કમ્પોઝિશન અને તેની ફૉર્મ્યુલા નક્કી થઈ નથી.કોર્ટે કહ્યું કે,ફટકડાના ઉદ્યોગમાં કામ કરતા લોકોનું શું થશે? જો ફટાકડાના નિર્માણ પર રોક મૂકવામાં આવે તો તેના ઉત્પાદન અને માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો બરોજગાર થઈ જશે.અમે લોકોને બેરોજગાર કરી શકીએ નહીં કારણ કે તેમને પણ પરિવારનું ગુજરાત ચલાવવાનું હોય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application