નવી દિલ્હી:ચૂંટણી આચારસંહિતા અમલમાં આવતા વડાપ્રધાનના કાર્યાલય સહિતની વિવિધ સરકારી વેબસાઇટો માંથી વડાપ્રધાન અને અન્ય કેન્દ્રીય પ્રધાનોના ફોટા દૂર કરવામાં આવ્યા છે.જો કે,હજુ પણ કેટલીક સરકારી વેબસાઇટ માંથી ફોટા દૂર કરવાના બાકી છે.૧૧ એપ્રિલથી લોકસભા ચૂંટણી શરૃ થઇ રહી છે.ચૂંટણીની તારીખ જાહેર થવાના દિવસથી જ આચરસંહિતા અમલમાં આવી છે.૧૦ માર્ચે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી હોવાથી ૧૦ માર્ચથી જ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી ગઇ છે.સમગ્ર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આચારસંહિતા અમલમાં રહેશે. આાચરસંહિતાના નિયમ મુજબ રાજ્ય કે કેન્દ્રમાં સત્તાધારી પક્ષને સુનિશ્ચિત કરવાનું હોય છે કે,તે ચૂંટણી પ્રચારમાં પોતાના સત્તાવાર પદનો ઉપયોગ ન કરે. આચારસંહિતના ગાળામાં પ્રધાનો કે,અન્ય કોઇ પણ સરકારી સત્તાવાળાઓ કોઇ પણ સ્વરૃપમાં નાણાકીય ગ્રાન્ટની જાહેરાત ન કરી શકે. બીજી તરફ પક્ષના નેતાઓના ફોટા અને સરકારી સ્કીમો દર્શાવતા હોર્ડિગ્સ પણ દૂર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application