નવી દિલ્હી:દેશના ૨૨ લાખથી પણ વધુ કેન્સર મરીજોને એક વાર ફરી સરકારે મોટી રાહત આપી દીધી છે. કેન્સરની સારવારમાં મોંઘી દવાઓનો બોજ અંદાજે મરીજોની કમર તોડી નાખે છે.હવે સરકારે ૩૯૦ કેન્સર દવાઓનું મૂલ્ય નિયંત્રણમાં લાવીને દવાઓ હવે ૮૭ ટકા કિંમતોમાં ઉપલબ્ધ થશે.આ આદેશ ગઈ કાલથી જ લાગુ થઇ ગયો.મરીજોને આ નિર્ણયમાં વર્ષના અંદાજે ૮૦૦ કરોડ રૂપિયાની બચત થશે.૨૭ ફેબ્રુઆરીએ પણ સરકારે કેન્સરની ૪૨ મોંઘી દવાઓને ઔષધિ મૂલ્ય નિયંત્રણ આદેશ ૨૦૧૩ હેઠળ લાવીને સસ્તું કર્યું હતું.રાષ્ટ્રીય ઔષધિ મૂલ્ય નિર્ધારણે ૩૯૦ દવાઓની યાદી પણ તૈયાર કરવામાં આવી છે.તેમાંથી અનેક દવાઓ એવી પણ છે જે હવે અંદાજે ૮૫ ટકા ઓછી કિંમતોમાં ઉપલબ્ધ થશે.એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે,આ નિર્ણય બાદ અંદાજે ૧૨૪ એવી કંપની છે જેની દવાઓની કિંમતમાં ૭૫ ટકાનો ઘટાડો આવશે. બીજી બાજુ ૧૨૧ બ્રાન્ડની દવાઓ એવી છે જેની કિંમતીમાં ૨૫ ટકા અને ૩૮ બ્રાન્ડની દવાઓની કિંમતમાં ૭૫ ટકાથી વધુ ઘટાડો થશે.વધુમાં ઉમેર્યું કે,આદેશ જાહેર થઇ ચુકયો છે.સાથેજ કંપનીઓને બજાર માંથી માલ નવી કિંમતો વાળી દવાઓ ઉપલબ્ધ કરવાના આદેશ પણ આપ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application