વનરાજ પવાર દ્વારા તાપીમિત્ર ન્યુઝ,આહવાઃગાંધી વિચારના વ્યાપક પ્રચાર-પ્રસાર અર્થે તાજેતરમાં ડાંગ જિલ્લામાં શાળાકક્ષા સહિત તાલુકા અને જિલ્લા ક્ક્ષાએ અભ્યાસ કરતા માધ્યમિક તથા ઉચ્ચત્તર માધ્યમિક શાળાના વિઘાર્થીઓ તથા શિક્ષકો માટેની ગાંધી વિચાર પરીક્ષાનું તબક્કાવાર આયોજન કરવામાં આવ્યું હતું.જિલ્લા શિક્ષણાધિકારી શ્રી મણીલાલ ભુસારા સહિત સરકારી માધ્યમિક શાળા-આહવાના ગ્રંથપાલ શ્રી ડી.બી.મોરે અને મૈત્રી ટ્રસ્ટ-સૂરતના શ્રી પરિમલ દેસાઇના સંયુક્ત ઉપક્રમે આયોજિત ડાંગ જિલ્લાની ગાંધી વિચાર પરીક્ષામાં જિલ્લાની ૬૦ શાળાના ૧૦ હજારથી વધુ વિઘાર્થીઓ અને ૩૫૦ જેટલા શિક્ષકોએ ગાંધી વિચારની પરીક્ષામાં ભાગ લીધો હતો.જે પૈકી ૧૯૦ વિઘાર્થીઓ,અને ૯૫ શિક્ષકો વિજેતા થયા હતા.ત્યાર બાદ આ વિજેતા પરીક્ષાર્થીઓએ તાલુકા કક્ષાએ આયોજિત સ્પર્ધામાં ભાગ લીધો હતો.જે પૈકી ૨૩ વિઘાર્થીઓ,અને ર૧ શિક્ષકો મળી કુલ ૪૪ તાલુકા કક્ષાના વિજેતાઓ ધોષિત કરાયા હતા.જેમણે જિલ્લા કક્ષાએ ગાંધી વિચારની પરીક્ષા આપી હતી.આ પરીક્ષામાં ત્રણે પ્રવાહના ૯ વિઘાર્થીઓ,અને ૯ શિક્ષકો મેળી કુલ-૧૮ પરીક્ષાઓને જિલ્લા કક્ષાએ વિજેતા જાહેર કરાયા હતા.ઉલ્લેખનિય છે કે,સૂરતના મૈત્રી ટ્રસ્ટ દ્વારા ગાંધી વિચારના પ્રચાર-પ્રસાર અર્થે આ અગાઉ વિઘાર્થીઓ તથા શિક્ષકોને માજી જીવનકથા પુસ્તક વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.જેના શાળા કક્ષાએ સમુહ વાંચન સાથે ઝીરો તાસ લઇને વિઘાર્થીઓને પરીક્ષા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.ગાંધી વિચાર પરીક્ષાના શાળા કક્ષા સહિત તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાના વિજેતા પરીક્ષાર્થીઓને આગામી દિવસોમાં પ્રમાણપત્ર સહિત સ્મૃતિભેટ અને પારિતોષિકો પણ એનાયત કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application