તાપીમિત્ર ન્યૂઝ,વ્યારા:વ્યારાના લોટરવા ગામે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થયા બાદ પત્નીએ ખેતરમાં આવેલ ઝાડની ડાળી સાથે સાડીનો છેડો બાંધી આપઘાત કરી લેતા મામલો કાકરાપાર પોલીસ મથક સુધી પહોંચ્યો હતો.બનાવ અંગે નાંજુબેન ચૌધરીએ પોલીસને જાણ કરી હતી.
મળતી માહિતી અનુસાર તા.૧૬મી એપ્રિલ નારોજ વ્યારાના લોટરવા ગામે ૨૫ વર્ષીય પરણિત મહિલાએ આપઘાત કર્યું હોવાની જાણ કાકરાપાર પોલીસને થતાં ઘટના સ્થળ પર પહોંચી પોલીસે તપાસ હાથ ધરી હતી.બનાવ અંગે પોલીસને જાણ કરનાર નાંજુબેન રમેશભાઈ ચૌધરી (ઉ.વ.૫૦)જણાવ્યુ હતું.પિયુશાબેન મેહુલભાઈ ચૌધરી(ઉ.વ.૨૫ ) રહે,નિશાળ ફળિયું-લોટરવા કોઈક સાથે આડા સંબંધ હોય અને તે મોબાઈલ ફોન ઉપર વાતચીત કરતાં તેના પતિ મુકેશભાઈ ચૌધરી રહે,નિશાળ ફળિયું-લોટરવાએ તેને પકડી પાડતા પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલા ચાલી અને ઝગડો થયો હતો અને ઠપકો આપ્યો હોય,બોલાચાલી દરમિયાન પિયુશાબેન ચૌધરીએ ઘર જમાઈ તરીકે આવેલા મુકેશભાઈને લોટરવાથી બોરખડી ગામે તેના ઘરે ચાલી જવા કહેતા મુકેશ લોટરવાથી બોરખડી ચાલી ગયેલ જેથી મન માં ખોટું લાગતાં તા.૧૬મી એપ્રિલ નારોજ સાંજ ના સમયે ઘરમાં કોઈને કાંઇપણ કહ્યા વગર ચાલી જઈ પોતાના ખેતરમાં મહુડાની ઝાડની ડાળ પર સાડીનો છેડો બાંધી બીજા છેડા નો ગાળીઓ બનાવી ગળામાં ભેરવી પિયુશાબેન ચૌધરીએ પોતાની જાતે ફાંસો ખાય આપઘાત કર્યો હતો.બનાવ અંગે કાકરાપાર પોલીસ દ્વારા અકસ્માત મોત અંગે આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application