Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં હાઈ એલર્ટ:ભારત-પાકિસ્તાન વચ્ચે યુધ્ધના એંધાણ:સરકાર એકશન મૂડ માં..

  • February 28, 2019 

નવી દિલ્હી:પુલવામા આતંકી હૂમલા બાદ ભારતીય વાયુદળના એર સ્ટ્રાઇક બાદ પાકિસ્તાન તરફથી સીમા પર સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.હૂમલા બાદથી પાક તરફથી એલઓસી પર જારી ફાયરીંગ વચ્ચે પાક લડાકુ વિમાને ભારતીય વાયુસીમાનું ઉલ્લંઘન કર્યું અને સીમામાં તેના બે વિમાન ઘૂસી પડ્યા અને પાકની આ હરકત બાદ જમ્મુ-કાશ્મીર અને પંજાબના એરપોર્ટ પર વિમાનની અવર-જવર રોકી દેવામાં આવી છે.અમૃતસર એરપોર્ટ ખાલી કરી દેવાયુ છે.કાશ્મીરના લેહ-જમ્મુ-શ્રીનગર અને પઠાણકોટના એરપોર્ટને હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે.સુરક્ષા કારણોસર આ જગ્યા પર એરસ્પેસને બંધ કરવામાં આવેલ છે.અનેક વ્યાવસાયિક વિમાનો અટકાવી દેવામાં આવ્યા છે.આ સિવાય ઉત્તરાખંડના દહેરાદૂન અને હિમાચલના ધર્મશાળા એરપોર્ટને પણ બંધ કરાયા છે.તો બીજી તરફ પાકિસ્તાને પણ કોઇપણ પ્રકારના ઉડ્ડયનને પોતાને ત્યાંથી બંધ કરી દીધેલ છે અને લાહોર,મુલતાન, ફૈસલાબાદ,સિયાલકોટ અને ઈસ્લામાબાદ એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યા છે.સીમા પર વધતા ટેન્શનને જોતા તમામ હોસ્પિટલો અને સ્વાસ્થ્ય કેન્દ્રો પર મોટી સંખ્યામાં દવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ભારતીય વાયુદળને હાઇએલર્ટ પર રાખી પાઇલોટને બે મિનિટમાં તૈયાર રહેવા માટે નિર્દેશો આપવામાં આવ્યા છે.આ જોતા જણાય છે કે,ભારત અને પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળશે.પાકિસ્તાન દ્વારા હવાઇ સીમાનું ઉલ્લંઘન કરાતા ભારતે તેની ગંભીર નોંધ લીધી છે અને દિલ્હીમાં વડાપ્રધાનના નેતૃત્વમાં ઉચ્ચ કક્ષાની બેઠકોના દોર શરૂ થયા છે.સરકાર એકશનના મૂડમાં છે અને સમગ્ર દેશમાં હાઇએલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા છે.પીઓકે ઉપર એર સ્ટ્રાઇક બાદ ભારત-પાક સીમા પર ટેન્શનની સ્થિતિ બની ગઇ છે.જેના કારણે ચંદીગઢ, પઠાણકોટ અને અમૃતસર એરપોર્ટથી તમામ ઉડ્ડયનો રદ્દ કરાયા છે.તો ઠેકઠેકાણે સેના તૈનાત કરવામાં આવી છે. ચંદીગઢમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે.તંત્રએ હાઇએલર્ટ જાહેર કરી ટોચના અધિકારીઓને ઇમરજન્સી ડ્યુટી ઉપર લગાડી દીધા છે.પંજાબમાં બોર્ડરની સાથે-સાથે નાકાઓ ઉપર પોલીસની સાથે આર્મીના જવાનો પણ તૈનાત કરી દેવાયા છે.ઝીરો લાઇન પર સ્થિત પંજાબના ગામડાઓમાં દહેશતનો માહોલ છે.સેનાએ સરહદે પોતાની ગતિવિધી વધારી દીધી છે.પંજાબમાં બોર્ડર સાથેના ગામડાઓ ખાલી કરાવાયા છે. લોકોને સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવી રહ્યા છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેથી પસાર થનારા આંતરરાષ્ટ્રીય વિમાનો પર હવે બંને દેશો વચ્ચે જારી ટેન્શનની અસર પડવા લાગી છે.અનેક વિમાન પાછા ફર્યા છે અને અનેકના રૂટ બદલાયા છે.દેહરાદૂન એરપોર્ટ ઉપર વિમાની સેવાઓ બંધ કરી દેવાઇ છે.દરમિયાન પાકિસ્તાન સાથેના ટેન્શનને જોતા ગૃહમંત્રી રાજનાથ સિંહ,સુરક્ષા સલાહકાર ડોભાલ,રોના ચીફ,ગૃહ સચિવ અને અન્ય અધિકારીઓ સાથેની બેઠક શરૂ થઈ શકે છે ભારત દેશ અને પાકિસ્તાન વચ્ચે ટેન્શન દરમિયાન પાક સેના દ્વારા સિયાલકોટ સેકટરમાં એલઓસી અને ઇન્ટરનેશનલ બોર્ડર પર જોરદાર હલચલના હેવાલો છે.પાક સેનાએ ત્યાં ટેન્કો તૈનાત કરી હોવાના અહેવાલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application