યુપીની યોગી સરકાર 'ઝીરો-ટોલરન્સ' નીતિ હેઠળ અપરાધીઓની કમર તોડી રહી છે. ઉમેશ હત્યાકાંડ બાદ માફિયાઓનો નાશ કરવાના યોગીની હુંકારે અતિક અહેમદના પુત્ર અસદને એસટીએફએ ગુરુવારે બપોરે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. યોગી સરકારે છેલ્લા છ વર્ષમાં યુપીમાં અત્યાર સુધીમાં 110,933 એન્કાઉન્ટર થયા છે. જેમાં 183 કુખ્યાત બદમાશો એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
પોલીસ ગોળીબારમાં ઘાયલ થયા બાદ 5,046 બદમાશોની ધરપકડ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં થયેલ કુલ એન્કાઉન્ટર દરમિયાન 23,348 અપરાધીઓની ધરપકડ કરવામાં આવી છે. આ એન્કાઉન્ટર દરમિયાન 13 પોલીસ જવાનોએ બલિદાન આપ્યું છે. જ્યારે 1,443 પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા.
સૌથી વધુ એન્કાઉન્ટર મેરઠ ઝોનમાં થયા છે. જિલ્લામાં કુલ 6 વર્ષોમાં 3,205 એન્કાઉન્ટર થયા છે. તેમાં 64 અપરાધીઓનો સફાયો કરવામાં આવ્યો છે અને 1,708 ઘાયલ થયા છે. આ એન્કાઉન્ટર દરમિયાન એક પોલીસકર્મીનું મોત થઈ ગયુ હતું અને 401 પોલીસકર્મી ઘાયલ થયા હતા. પોલીસ એન્કાઉન્ટર બાદ 5,967 અપરાધીઓની ધરપકડ કરવામાં સફળ રહી છે.
મેરઠ બાદ બીજા નંબર પર સૌથી વધુ પોલીસ એન્કાઉન્ટર આગ્રામાં થયા છે. તાજ નગરી આગ્રામાં 1,844 એન્કાઉન્ટર થયા છે. તેમાં 14 અપરાધીઓનો સફાયો કરવામાં આવ્યો છે. જ્યારે 4,654ની ધરપકડ કરવામાં આવી છે. બીજી તરફ આ ઓપરેશનમાં લગભગ 55 પોલીસકર્મચારીઓને ઈજા પણ પહોંચી છે.
આગ્રા બાદ ત્રીજા નંબર પર બરેલી છે. જ્યાં 1,497 એન્કાઉન્ટર થયા છે. તેમાં 7 અપરાધીઓના માર્યા ગયા છે જ્યારે 3,410ની ધરપકડ કરી લેવામાં આવી છે. આ એન્કાઉન્ટરમાં 296 પોલીસકર્મીઓ અને 437 અપરાધીઓ ઘાયલ થયા જ્યારે એક પોલીસ કર્મચારી શહીદ થયો હતો.અસદના એન્કાઉન્ટર બાદ ફરી એકવાર સીએમ યોગીનો જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં સીએમ યોગીએ માફિયાઓનો નાશ કરવાની ચેતવણી આપી હતી. ઉમેશ પાલ મર્ડર કેસ બાદ વિપક્ષના હુમલાનો જવાબ આપતા સીએમ યોગીએ વિધાનસભામાં કહ્યું હતું કે, તેઓ માફિયાઓને જમીનદોસ્ત કરી દેશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500