ગર્લફ્રેન્ડ સાથે વાત કેમ કરે છે એમ કહી સુરતના પાંડેસરામાં 11 વર્ષના બાળકના શરીર પર હથિયારથી 14 ઘા મારી તેની ક્રુર હત્યા કરી દેવાઈ હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ કેસમાં હુમલાખોર પણ સગીર વયનો હોવાની વિગતો સામે આવી છે.
મળતી માહિતી અનુસાર પાંડેસરામાં એક 11 વર્ષના બાળકિશોર પર ચાર અજાણ્યા ઈસમોએ હુમલો કરીને 14 જેટલા ઘા માર્યા હતા. ઈજાગ્રસ્ત માસુમ બાળ કિશોરનું સુરત સિવિલ હોસ્પિટલમાં 30 દિવસની સારવાર બાદ મોત નિપજતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકના પિતાએ જણાવ્યું હતું કે તેના દીકરાના હત્યારા બે હતા. તે પૈકી એક પકડાયો હતો, પરંતુ તે 9 મી નવેમ્બરે જામીન પર છૂટી ગયો છે. 14 ઘા મરનાર મુખ્ય આરોપી હજી ફરાર છે.
પીડિત પિતા કુલદીપ શર્માએ જણાવ્યું હતું કે ઘટના 17 ઓક્ટોબર ની રાત્રે બની હતી. તેમનો દીકરો કચરો ફેંકવા માટે ખાડી પાસે ગયો હતો. ત્યાં જ તેને પેટ,પીઠ સહિત શરીરના અલગ અલગ ભાગોમાં 14 ઘા મારવામાં આવ્યા હતા. હુમલાખોર 16 થી 17 વર્ષના છોકરાએ ઘા માર્યો હોવાનું સામે આવ્યું છે. ગર્લફ્રેન્ડ સાથે વાત કરતો હોવાથી કુલદીપ શર્માના દીકરા ને 14 ઘા માર્યા હોવાનું પોલીસના હાથે પકડાયેલા આરોપી બાળ કિશોરે પોલીસમાં કબૂલાત કરી હતી. જ્યારે આ હત્યામાં એક બાળ કિશોરનો રોલ ભોગ બનનાર ને પકડી રાખવાનો અને ઘા મરનાર બાળ કિશોર જે હાલ પોલીસ પકડથી દૂર છે એને નિમર્મ રીતે હત્યા કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application