કેનેડાનાં ક્યૂબેકમાં એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં શનિવારે માછલી પકડવા ગયેલા ચાર બાળકો ડૂબી જવાને લીધે મૃત્યુ પામી ગયા. અહેવાલ મુજબ શનિવારે સ્થાનિક સમય અનુસાર કેટલાક બાળકો માછલી પકડવા માટે નદીમાં ગયા હતા, તે દરમિયાન નદીમાં હાઈ ટાઈડ આવતા ત્યાં બાળકો તેની લપેટમાં આવી ગયા હતા, જેમાં ચાર બાળકો ઘટના સ્થળે જ મૃત્યુ પામી ગયા હતા.
ક્યૂબેક પ્રાંતીય પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ઉત્તર તટ પર નદી કિનારે આવેલા પોર્ટનેફ સુર મેરમાં આ દુર્ઘટનાની માહિતી મળતાં જ ઇમરજન્સી સેવાઓ જાણ કરાઈ હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માછલી પકડતી વખતે હાઈ ટાઈડ આવવાને કારણે લગભગ 11 લોકો ગુમ થયા હતા. તે 11માંથી 6ને બચાવી લેવામાં આવ્યા હતા અને પાંચ લોકોની રાતભર કોઈ ભાળ મળી નહોતી.
પ્રવક્તાના જણાવ્યા અનુસાર સવારે 6 વાગ્યાની આસપાસ દસ વર્ષથી વધુ ઉંમરના ચાર બાળકો બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. આ પછી તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે બાદમાં પુષ્ટિ કરી કે, બાળકો મૃત્યુ પામ્યા છે. ક્યૂબેક પ્રાંતીય પોલીસના જણાવ્યા અનુસાર, એક 30 વર્ષીય વ્યક્તિ હજુ પણ ગુમ છે અને ડાઇવર્સ, એક બોટ અને હેલિકોપ્ટરની મદદથી તેની શોધખોળ ચાલુ છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500