તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવ દર્દીના નવા ૧૧ કેસ મળી આવ્યા છે. સાથે વધુ ૩૦ દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે. હાલ ૨૪૭ દર્દી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.
જિલ્લામાંથી કોરોના ટેસ્ટ માટે ૮૨૫ સેમ્પલ લેવામાં આવ્યા
જીલ્લા આરોગ્ય અધિકારી ડો.હર્ષદભાઈ પટેલના જણાવ્યા અનુસાર તા.૨૨મી મે નારોજ તાપી જિલ્લામાં કોરોના પોઝીટીવના વધુ ૧૧ કેસ નોંધાયા છે. જીલ્લામા આજદિન સુધી કોરોના પોઝીટીવ દર્દીઓના કુલ ૩૭૮૫ કેસો નોંધાઈ ચુક્યા છે. અત્યાર સુધી કુલ ૩૪૧૯ દર્દીઓ સાજા થયા છે. જીલ્લાભર માંથી કોરોના ટેસ્ટ માટે ૮૨૫ સેમ્પલ લેવામાં આવ્યા છે.
જિલ્લામાં વધુ ૧ દર્દીનું મોત નિપજ્યું
ડોલવણના બેડચીતની ૬૫ વર્ષીય વૃધ્ધાનું કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણસર મોત નિપજ્યું હોવાની આરોગ્ય વિભાગે માહિતી આપી છે.જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન અન્ય કારણોસર કુલ ૧૦૧ દર્દીઓ મોત નિપજ્યા છે જયારે કોરોનાથી ૧૮ દર્દીઓના મોત સાથે આજદિન સુધી જિલ્લામાં કુલ ૧૧૯ દર્દીઓના મોત નિપજ્યા છે.
તાપી જિલ્લામાં વધુ ૧૧ નવા કેસ નોંધાયા
- ૪૫ વર્ષિય પુરુષ – રોયલ પાર્ક –વાલોડ
- ૪૫ વર્ષિય મહિલા – નિશાળ ફળિયું –નનસાડ,તા.વાલોડ
- ૪૦ વર્ષિય મહિલા – આદર્શ નગર –વાલોડ
- ૫૮ વર્ષિય પુરુષ – ગાંધી ફળિયું –અલગટ ,તા.વાલોડ
- ૫૮ વર્ષિય મહિલા – સાગ ફળિયું –ડુમખલ,તા.વાલોડ
- ૪૫ વર્ષિય પુરુષ – આમલી ફળિયું –કણજોડ ,તા.વાલોડ
- ૨૮ વર્ષિય મહિલા – ચીમકુવા,તા.સોનગઢ
- ૪૫ વર્ષિય મહિલા –RTO ચેક પોસ્ટ પાસે – સોનગઢ
- ૪૫ વર્ષિય પુરુષ – પાથરડા –ઊકાઇ,તા.સોનગઢ
- ૭૦ વર્ષિય પુરુષ – મંદિર ફળિયું –આંબીયા ,તા.વ્યારા
- ૨૯ વર્ષિય પુરુષ – પાનવાડી – વ્યારા
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500