Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા નેશનલ હાઇવે પરથી ટેમ્પોમાં વિદેશી દારૂનો 11 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરાયો

  • June 24, 2024 

કડોદરાનાં નેશનલ હાઇવે પરથી વિદેશી દારૂ ભરી કોસંબા તરફ જતા એક ટેમ્પોને ઝડપી પાડયો હતો. પરંતુ પોલીસને જોઇ ટેમ્પો ચાલક ભાગી છૂટ્યો હતો. ત્યારે કડોદરા પોલીસે ટેમ્પોમાંથી રૂપિયા 11 લાખથી વધુનો દારૂ ઝડપી પાડી ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાના કડોદરા જીઆઇડીસી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે તેઓને બાતમી મળી હતી કે, મુંબઇ તરફથી ટેમ્પો નંબર MH/04/LQ/02 71માં વિદેશી દારૂનો જથ્થો મોટા પાર્સલ જેવા બોક્સમાં ભરીને કોસંબા તરફ જઈ રહ્યો છે. જેથી કડોદરા પોલીસની ટીમે કડોદરા નેશનલ હાઇવે 48 પર વોચ ગોઠવી બાતમીવાળો ટેમ્પો આવતા જ ઊભો રાખવા પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસને જોઈ ટેમ્પો ચાલકે આગળ ભગાવી ટેમ્પો રોડ પર મૂકીને ભાગી છૂટ્યો હતો. પોલીસે ટેમ્પામાં તપાસ કરતા મોટા પાર્સલોમાં ભરેલી વિદેશી દારૂની નાની-મોટી 9480 બોટલ જેની કિંમત રૂપિયા 11,41,200/- તથા ટેમ્પો કિંમત 10 લાખ તેમજ મોબાઈલ 1 નંગ મળી કુલ રૂપિયા 21,46,200/-નો મુદ્દામાલ કબજે કરી ટેમ્પો ચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application