Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઈઝરાયેલ પેલેસ્ટાઈન સરહદે સામ-સામે મિસાઈલમારો થતાં 11નાં મોત

  • August 07, 2022 

ઈઝરાયેલ પેલેસ્ટાઈન સરદે સામ-સામો મિસાઈલમારો થતાં 11નાં મોત થયા હતા. સરહદે ભારે તંગદિલી સર્જાઈ જતાં 80 કિલોમીટરના દાયરામાં બધી જ શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી હતી. પેલેસ્ટાઈન ઈસ્લામિક જેહાદ આતંકવાદી સંગઠનના એક આતંકવાદીની ઈઝરાયેલે વેસ્ટ બેંકમાંથી ધરપકડ કરી હતી. એ પછી ઈઝરાયેલ-પેલેસ્ટાઈન વચ્ચે ફરીથી ભારે તંગદિલી સર્જાઈ હતી.




ઈઝરાયેલે વેસ્ટ બેંક આસપાસનો રોડ બ્લોક કરીને નાગરિકોને ત્યાં ન જવાની તાકીદ કરી હતી. એ દરમિયાન આતંકવાદી સમૂહે ઈઝરાયેલમાં હુમલો કર્યો હતો. વળતા જવાબમાં ઈઝરાયેલી સૈન્યએ એક પછી એક એરસ્ટ્રાઈક કરી હતી, જેમાં આતંકવાદી કમાન્ડર સહિત 11નાં મોત થયા હતા.




પેલેસ્ટાઈન તરફથી પણ ઈઝરાયેલને નિશાન બનાવીને રોકેટ હુમલો થયો હતો. પેલેસ્ટાઈનના બે રોકેટને ઈઝરાયેલના લશ્કરે આકાશમાં જ તોડી પાડયા હતા. બંને તરફ ઘર્ષણ વધ્યું હોવાથી 80 કિલોમીટરના દાયકામાં આવેલી તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.




ઈઝરાયેલના વડાપ્રધાન યૈર લાપિડે જણાવ્યું હતું કે, આતંકવાદી હુમલાની  સામે ઈઝરાયેલે વળતા હુમલા શરૂ કર્યા છે. નાગરિકોની સુરક્ષા સાથે કોઈ જ બાંધછોડ કરવામાં આવશે નહીં. દરેક હુમલાનો વળતો જવાબ આપવામાં આવશે.




ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી બેન્ની ગ્રેન્ટઝે કહ્યું હતું કે, જરૂર પડયે 25 હજાર સૈનિકોને રિઝર્વ ફોર્સ રૃપે તૈનાત રાખવામાં આવ્યા છે. દરેક સ્થિતિનો જવાબ આપવામાં આવશે. સ્થિતિ વણસતી જતી હોવાથી સંયુક્ત રાષ્ટ્રસંઘના આ વિસ્તારના વિશેષ રાજદૂત ટોર વેન્નેસલેન્ડે કહ્યું હતું કે, નિર્દોષ લોકો જીવ ગુમાવે એ યોગ્ય નથી. બંને તરફથી તાત્કાલિક રોકેટમારો બંધ થવો જોઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application