મંત્રીશ્રી કનુભાઇ દેસાઇ સમગ્ર દુનિયાની સૌથી મોટી આરોગ્ય યોજના આયુષ્યમાન ભારત યોજના કોરોનાકાળમાં ગરીબમાં ગરીબ માણસને આનો લાભ મળે તે માટે શરૂઆત કરી. આ યોજનામાં પહેલા રૂપિયાની કેશલેસ સારવાર આપવામાં આવે છે તેમાં ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દભાઇ પટેલની સરકારે રૂા પાંચ લાખનો વધારો કરી આ યોજનમાં હવે રૂા.૧૦ લાખની કેશલેસ સારવાર આપવામાં આવી રહી છે એમ રાજયના નાણાં, ઉર્જા અને પ્રેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વલસાડ સીવીલ હોસ્પિટલ ખાતે રૂા.૧.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ ૧૧ એમ્બ્યુલન્સોના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું. મંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ ૨૦૧૪માં વડાપ્રધાન પદ સંભાળ્યું ત્યારે સમગ્ર વિશ્વમાં દેશનું અર્થતંત્ર ૧૦માં નંબરે હતું તે આજે પાંચમાં નંબરે છે જયારે આપણા પર જેણે બસો વર્ષ રાજ કર્યુ હતું તેવો ઇંગ્લેન્ડ દેશ છઠ્ઠા નંબરે છે. આમાં દરેક નાગરિકોનો ફાળો છે.
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશના દરેક દરેક નાગરિકને ઇનોવેશન અને પ્રેરણા આપી છે. આજના યુવાનને દેશ માટે ગૌરવ થાય અને દેશને આઝાદી કઇ રીતે મળી તેનાથી અવગત થાય તે માટે મેરી મીટ્ટી મેરા મેરા દેશના અભિયાનથી આજના યુવાનમાં દેશભકિત પ્રત્યે જાગૃત કર્યા છે. આઝાદીમાં દેશ માટે શહીદ થયેલા શહીદો પ્રત્યેનું ત્રણ ચૂકવાય તે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ શહીદોનું સ્મારક દિલ્હી ખાતે બનાવવાનું નક્કી કર્યુ છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં દરેક ક્ષેત્રમાં વિકાસ થઇ રહયો છે તે જ રીતે ગુજરાત રાજયના ભૂપેન્દભાઇ પટેલની રાહબરી હેઠળ રાજયનો વિકાસ થઇ રહયો છે.
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીનું વર્ષ ૨૦૪૭ સુધીમાં સમગ્ર વિશ્વમાં ભારતને પ્રથમ નંબરે લઇ જવાનું જે સ્વપ્ન છે તેને સાકાર કરવા માટે આપણે પણ આ વિકાસની યાત્રામાં સહભાગી થઇએ. મંત્રીશ્રીએ આ પ્રસંગે જિલ્લા વહીવટીતંત્રને અભિનંદન આપ્યા હતા. વલસાડ જિલ્લામાં રૂા. ૧.૭૫ કરોડના ખર્ચે તૈયાર થયેલ અને જિલ્લાના ૧૧ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. તેની વિગતો આપી હતી. જેમાં વલસાડ તાલુકામાં ચણવઇ, સેગવા અને ભાગડાવડા, ધરમપુર તાલુકામાં સિદુમ્બર, તૂતરખેડ, ધામણી, કપરાડા તાલુકામાં સિલ્ધા, દહીંખેડ અને મોટાપોંઢા જયારે પારડી તાલુકામાં ગોઇમા અને ઉમરગામ તાલુકામાં સંજાણનો સમાવેશ થાય છે. ગત વર્ષે જિલ્લાના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દને ફાળવવામાં આવેલ ૨૩ એમ્બ્યુલન્સ દ્વારા ૧૫૮૩ મહિલાઓને પ્રસુતિ માટે રેફરલ કરવામાં આવી, ૯૨૬ કુટુંબોને ફેમીલી પ્લાનિંગ માટે, ૩૫૬૧ વ્યકિતઓને મેડીકલ ઇમરજન્સી મળી કુલ ૬૦૭૦ લોકોને આ એમ્બયુલન્સની મદદ મળી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500