14મી વિધાનસભાનું અંતિમ અને બે દિવસનું ટૂંકું સત્ર આજથી શરુ થયું હતું. આજે ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ દ્વારા દેખાવ કર્યો હતો અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આજે સવારે કોંગ્રેસ દ્વારા વિધાનસભાની બહાર પગથિયાં પર બેસીને ધારણા કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા મોંઘવારી,બેરોજગારી,કર્મચારીઓના વિવિધ પ્રશ્નો,જૂની પેન્સન યોજના તેમજ પૂર્વ સૈનિકની માંગોને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો.કોંગ્રેસ દ્વારા વિધાનસભા ગૃહમાં હોવાળો મચાવતા અને વેલમાં ઘુસી જતા સસ્પેન્સ કરવામાં આવ્યા હતા.
આજે વિધાનસભાની અંદર પણ કોંગ્રેસ દ્વારા હોબાળો મચાવ્યો હતો અને વિવિધ પ્રશ્નોને લઈને નારા લાગવ્યા હતા તેમજ કેટલાક ધારાસભ્યો વેલમાં ઘુસી ગયા હતા જે બાદ કોંગ્રેસના 11 ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્સ કરવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા આ અંતિમ સત્ર છે.કોંગ્રેસના ધારાસભ્યોએ ગૃહમાં 'ન્યાય આપો' જેવા સુત્રોચાર કર્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોને પોતાની જગ્યા પર બેસવા માટે અધ્યક્ષ નીમાબેન આચાર્યએ ટકોર પણ કરી હતી અને કહ્યું હતું કે વિધાનસભામાં આ રીતે વિરોધ ન કરી શકાય. આ મામલે જીતુ વાઘણીએ પણ પ્રશ્નો કર્યા હતા.
કોંગ્રેસના આ 11 ધારાસભ્યોને કરાયા સસ્પેન્સ
1. જીગ્નેશ મેવાણી
2. કનુભાઈ બારૈયા
3. કાંતિભાઈ ખરાડી
4. નૌશાદ સોલંકી
5. ગેનીબેન ઠાકોર
6. પ્રતાપ દુધાત
7. અમરીશ ડેર
8. પુના ગામીત
9. ચંદનજી ઠાકોર
10. ઇમરાન ખેડાવાલા
11. બાબુ વાજા
આ મામલે કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું હતું કે સરકારી કર્મચારીઓ છેલ્લા ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. આ કર્મચારીઓની વિવિધ માંગોને વાત કોંગ્રેસે કરી જેની ચર્ચા કરવા માટે કોંગ્રેસ પાસે સમય નથી. મોંઘવારી અને બેકારી જેવા મુદ્દા પર સરકારને ચર્ચા કરવી નથી અને આ મુદ્દે અમે ચર્ચા કરવાની માંગ કરી હતી જેમાં અમારા ધારાસભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500