નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ સોમવારે પીઓકેમાં ઘુસી આતંકવાદી અડ્ડાને નષ્ટ કરી દીધા છે. પુલવામાં હુમલા બાદ ભારતે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ચાલી રહેલા આતંકવાદી કેમ્પોને નિશાનો બનાવતા બોમ્બ ફેક્યા હતા.
સુત્રોના જણાવ્યા અનુસાર ભારતીય એર ફોર્સના 12 મિરાજ વિમાનોએ જૈશના આતંકવાદી અડ્ડાઓ પર 1000 કિલોથી વધારે બોમ્બ બ્લાસ્ટ કર્યા છે.ભારતીય વાયુસેનાએ આજે સવારે 03:30 વાગે આ બોમ્બ બ્લાસ્ટ કર્યા હતા.ભારતીય વાયુસેનાએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓને નષ્ટ કરી દીધા છે.પુલવામા હુમલા બાદ થયેલી કાર્યવાહી પાકિસ્તાને પણ સ્વિકારી છે.પાકિસ્તાની સેનાએ સ્વિકાર્યું છે કે,ભારતીય વાયુસેનાએ પીઓકેમાં દાખલ થઇ કાર્યવાહી કરી છે.પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેજર જનરલ આસિફ ગફ્ફુરે દાવો કર્યો છે કે,ભારતીય વાયુસેનાના વિમાનોએ લાઇન ઓફ કન્ટ્રોલનું ઉલ્લંઘન કર્યું છે.પાક સેનાના પ્રવક્તાએ ટ્વિટ કર્યું છે કે, ભારતીય વાયુસેનાએ એલઓસીનું ઉલ્લંઘન કર્યું છે.અમે તાત્કાલીક તેમને જવાબ આવ્યો, ત્યારબાદ ભારતીય વાયુસેનાના વિમાન પરત તેમની સીમામાં ફર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application