(એજન્સી),શ્રીનગર:પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને શ્રદ્ધાંજિલ આપવા માટે શ્રીનગરના લાલચોકમાં રાષ્ટ્રધ્વજ ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરનાર અકાલીદળના નેતાઓ અને કાર્યકરોની પોલીસે ધરપકડ કરી હતી.ધરપકડ કરાયેલ એક નેતાની ઓળખ અકાલીદળના ઉપપ્રમુખ દીપક શર્મા તરીકે થઇ છે,જે લુધિયાણાના રહેવાસી છે.અકાલીદળના આ કાર્યકરો શ્રીનગરના સંવેદનશીલ વિસ્તાર લાલચોક પર ત્રિરંગો ફરકાવવાની કોશિશ કરી રહ્યા હતા.આ વખતે ત્યાં હાજર સુરક્ષાદળોએ તેમની અટકાયત કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર જમ્મુ-કાશ્મીરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને ધ્યાનમાં રાખીને પુલવામાના શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્રિરંગો લહેરાવવાની કોશિશ કરી રહેલા અકાલી કાર્યકરોની તાત્કાલિક અટકાયત કરવામાં આવી હતી,જોકે અટકાયત કર્યા બાદ પાછળથી તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરના લાલચોક પર પંજાબથી અકાલીદળના કાર્યકરો પહોંચી ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application