સુરત જીલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષક ભાઈ-બહેનો પોતાની શાળાના બાળકોના અભ્યાસની સાથોસાથ છેલ્લા એક વર્ષથી અન્ય સરકારી કર્મચારીઓની સમાંતર કોરોના વોરિયર્સ તરીકેની કામગીરી પણ આજસુધી બજાવી રહ્યા છે. પોતાની ફરજનો ભાગ ગણી તમામ શિક્ષક ભાઈ-બહેનો રાષ્ટ્રધર્મ સમજી શાળા બહાર મૂકસેવકની જેમ સતત કામ કરતા-કરતા પોતે જ કોરોના સંક્રમિત થયા છે.
જેના પગલે સમગ્ર શિક્ષણ આલમમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સુરત જીલ્લાના ઓલપાડમાં-17, બારડોલીમાં-9, કામરેજમાં-21, માંડવીમાં-8, ઉમરપાડામાં-4, માંગરોલમાં-7, પલસાણામાં-3, ચોર્યાસીમાં-32 અને મહુવામાં-8 આમ કુલ મળી કોરોના સંક્રમિતના 109 જેટલા શિક્ષક ભાઈ-બહેનો કોરોનાગ્રસ્ત થઈ ચૂક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500