નવી દિલ્હી:માર્ચના પ્રથમ સપ્તાહ બાદ લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફુંકાશે.સૂત્રોના જણાવ્યા મુજબ ૭ માર્ચ થી ૧૦ માર્ચ વચ્ચે કોઈ પણ દિવસે ચૂંટણીનું એલાન થશે.તે પહેલા ૬ માર્ચને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના દરેક ચીફ સેક્રેટરીની સાથે મિટિંગ કરશે.અને દેશભરમાં ચાલી રહેલા વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા બેઠક કરશે.તે જ દિવસે કેબિનેટ મિટિંગ પણ થશે.
સૂત્રોના જણાવ્યા મુજબ,તે મોદી સરકારના હાલના ટર્મની અંતિમ કેબિનેટ બેઠક હશે અને પ્રગતિ સમીક્ષા બેઠક હોય શકે છે.ત્યારબાદ ૭ માર્ચ થી ૧૦ માર્ચ વચ્ચે કોઈ પણ દિવસે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે.ચૂંટણી પંચે પહેલા જ રાજયોને કોઈ પણ ભોગે ૨૮ ફેબ્રુઆરીએ તમામ પ્રશાસનિક તૈયારી અને ખાસ કરીને બદલીની પ્રક્રિયા પુરી કરી લેવાનું કહેવામાં આવ્યું છે.દરેક રાજયોના ચીફ સેક્રેટરીને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામા આવ્યું છે કે,૨૮ ફેબ્રુઆરી બાદ કોઈ બદલી કરવામાં આવશે નહી.સાથેજ અંતિમ સમયમાં હવે જે પણ બદલી થશે તેની જાણકારી પંચને આપવામાં આવશે. આયોગે સંકેત આપ્યો છે કે,૧૦ માર્ચ પહેલા લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન કરી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application